મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

'વાયુ' વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી ટળ્યો : ઓમાન તરફ ફંટાયુ

સવારે ૮ વાગ્યે વાવાઝોડુ 'વાયુ' સોમનાથથી દક્ષિણ પશ્ચિમે ૧૨૫ કિ.મી. દૂર પહોંચ્યુ છે : જે પશ્ચિમ દિશામાં ફંટાઈ રહ્યું છે : વાવાઝોડાએ દિશા બદલી ગુજરાતના કાંઠેથી દૂર જવા લાગ્યુ છે : ગુજરાતના સમુદ્ર કાંઠાના સમાંતરે આ વાવાઝોડુ ફંટાઈ જશે પણ સૌરાષ્ટ્રના કાંઠા ઉપર ત્રાટકશે નહિં જેની અસરથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં જોરદાર પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદનું જોખમ રહેશે : 'વાયુ' વાવાઝોડાની રફતારમાં નવો વળાંક આવ્યો છે અને સૌરાષ્ટ્રના કાંઠેથી દૂર ચાલ્યુ જાય તેવા પૂરા ચાન્સ હોવાનું સ્કાયમેટના વાઈસ પ્રેસીડેન્ટ શ્રી મહેશ પાલાવતે ટ્વીટ ઉપર જાહેર કર્યુ છે : સ્કાયમેટ વેધરના અહેવાલ પ્રમાણે વાયુ અત્યારે ઉત્તર - ઉત્તર પશ્ચિમ દિશાએ આગળ વધી રહ્યુ છે : વેધર મોડલ હવે એવા નિર્દેશ આપે છે કે આજે બપોરે ૧૩૫ થી ૧૪૫ કિ.મી.ની ઝડપે વાયુ વાવાઝોડુ દ્વારકા-ઓખા બંદરની સમીપે પોરબંદરના દરિયાકાંઠેથી ફંટાઈ જાય તેવા પૂરા સંજોગો સર્જાયા છે : દરમિયાન ગુજરાતમાં ૨૨૫૧ ગામોનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જેમાં ૫૬૬ વીજ થાંભલા પૂર્વવત કરાયા હતા. ૯૦૪ વીજ ફીડરમાંથી ૧૯૭ ફીડર પુનઃ કાર્યરત કરાયા

(9:24 am IST)