મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

૩ દિ' ભારે વરસાદ - સુસવાટા મારતા પવનો ફૂંકાશે

આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીઃ 'વાયુ' વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ પણ ભારે પવન -ભારે વરસાદ ફૂંકાતો રહેશે : આજનો દિવસ સાવધ રહેવુ

રાજકોટ, તા. ૧૩ : 'વાયુ' વાવાઝોડાનો રૂટ બદલાયો છે. વેરાવળ - પોરબંદરના બદલે આજે સવારે ઓમાન તરફ ફંટાયુ છે. વાવાઝોડાની અસર ઓછી થઈ છે પણ ખતરો સંપૂર્ણપણે પણ ટળ્યો નથી. આગામી ૧૫મી જૂન સુધી પવન અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

'વાયુ' વાવાઝોડુ ગઈકાલે ઉત્તર દિશામાં ગતિ કરી રહ્યુ હતું. જે આજે સવારથી ઉત્તર  ઉત્તર પશ્ચિમ દિશામાં ઓમાન તરફ ગતિ કરી રહ્યુ છે. વધારે ગતિ પશ્ચિમ દિશામાં કરી રહ્યું છે. હાલના અનુમાનો પ્રમાણે આ વાવાઝોડુ ઓખા - નલીયા થઈ ઓમાન અને પાકિસ્તાન બોર્ડર ઉપર ફંટાશે. પરંતુ તેની અસર ઓછી થઈ છે. વાવાઝોડાના લીધે અરબી સમુદ્ર ડિસ્ટર્બ રહેશે. વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્ર - ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ૩ દિવસ ભારે પવન અને વરસાદનો ખતરો યથાવત રહેશે. જોરદાર પવન ફૂંકાશે. હવામાન વિભાગે આજનો દિવસ ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. ૧૫ જૂન સુધી વરસાદી માહોલ જળવાઈ રહેશે. આજે બપોર બાદ રાજકોટમાં ભારે થી અતિ ભારે, સુરેન્દ્રનગર હળવાથી મધ્યમ, પોરબંદરમાં ભારે થી અતિભારે, મોરબીમાં હળવાથી મધ્યમ, દ્વારકામાં ભારે થી અતિભારે, કચ્છમાં ભારે, ભાવનગરમાં ભારે થી અતિભારે, જામનગરમાં ભારેથી અતિભારે, અમરેલીમાં ભારે થી અતિભારે, દીવમાં ભારે થી અતિભારે, દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા અને અમદાવાદ - ગાંધીનગરમાં સામાન્ય છાંટાછુટી થશે. (૩૭.૬)

રાજકોટ-પોરબંદર-દ્વારકા-કચ્છ-ભાવનગર-જામનગર-અમરેલી-દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

આજે બપોર બાદ રાજકોટમાં ભારે થી અતિ ભારે, સુરેન્દ્રનગર હળવાથી મધ્યમ, પોરબંદરમાં ભારે થી અતિભારે, મોરબીમાં હળવાથી મધ્યમ, દ્વારકામાં ભારે થી અતિભારે, કચ્છમાં ભારે, ભાવનગરમાં ભારે થી અતિભારે, જામનગરમાં ભારેથી અતિભારે, અમરેલીમાં ભારે થી અતિભારે, દીવમાં ભારે થી અતિભારે, દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા ઝાપટા અને અમદાવાદ - ગાંધીનગરમાં સામાન્ય છાંટાછુટી થશે.(૩૭.૬)

(11:01 am IST)