મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

મધરાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા:પરીસ્થિતિનું મોનીટરીંગ કર્યું

તમામ જિલ્લા કલેકટરો સાથે વિડિઓ કોન્ફ્રસિંગથી સતત સંપર્કમાં રહીને ત્વરિત નિર્ણયો

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અત્યારે રાત્રે 12 વાગે ખુદ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુલાકાત લઇ આવનારી પરીસ્થીતીનું મોનીટરીંગ કર્યું હતું

 મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી .તમામ જીલ્લા કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા સતત સંપર્ક માં રહી ત્વરીત નિર્ણય લેવાય તે બાબતે તેઓશ્રી સતર્ક છે.

  ઉપરાંત અલગ અલગ મંત્રીશ્રીઓને પણ સાગરકાંઠાના વિસ્તારોમાં મોકલી આપવામાં આવ્યા છે.. કાંઠા વિસ્તારના અને નિચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાવી સલામત જગ્યાઓએ ખસેડવામાં આવ્યા છે.

  દરેક જીલ્લાઓની સ્વૈચ્છિક સંસ્થાઓને ખાસ વિનંતી કરી લાખો ફુડ પેકેટો તૈયાર કરી દેવામાં આવ્યા છે... કુદરત જ્યારે કોપાયમાન થાય ત્યારે માનવી નાનો પડે પણ છતાં કોઇને પોતાનો જીવ વાવાઝોડામાં ગુમાવવો પડે તે રીતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા   પ્લાન બનાવવામાં આવ્યો છે..રાજ્ય સરકારનું વાવાઝોડા પહેલાંનું માઇક્રો આયોજન કરાયું છે

(12:49 am IST)