મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

વાયુ વાવાઝોડાની વહેલી સવારથી અસર :બપોરે 3 વાગ્યે દરિયાકાંઠે ટકરાશે

મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક :2,75 લાખ લોકોનું સ્થળાંતર : આખી રાત કોમ્બિંગ: વાયુસેના અને લશકર સતત સંપર્કમાં :NDRF ની ટીમે પોઝિશન સંભાળી

 

વાયુ વાવાઝોડાને સંભવિત અસર સામે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક મળી હતી,

 બેઠકમાં વીડિયો કોન્ફરન્સ કરી મુખ્યમંત્રીએ અધિકારીઓ પાસેથી વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારીની માહિતી મેળવી હતી, જેમાં ગીર સોમનાથથી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી

રીવ્યુ બેઠક બાદ મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે ગુરુવારે સવારે 8 વાગ્યાથી વાયુ વાવાઝોડાની અસર શરૂ થઇ જશે, ત્યારબાદ બપોરે 3 વાગ્યે વાવાઝોડું દરિયાકાંઠે ટકરાશે. દરમિયાન ફોરકાસ્ટ બૂલેટિન દ્વારા માહિતી આપવામાં આવતી રહેશે. જયારે NDRFની ટીમ ગુજરાતમાં આવી પહોંચી પોઝીશન લઇ લીધી છે. સિવાય 

પોણા ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જે અત્યારસુધીમાં પહેલીવાર આટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આજે આખી રાત પોલીસનું કોમ્બિંગ અને નાઇટ પેટ્રોલિંગ ચાલુ રહેશે. તો વાયુસેના અને લશ્કર સતત સંપર્કમાં છે

(12:38 am IST)