મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

ક્રાઇમ બ્રાંચે ભયંકર યાતના આપી ગુન્હો કબુલાવવા દબાણ કરેલ : નિર્દોષ છુટેલાની હૈયાવરાળ

 જમ્મુ તા ૧૨  : અદાલતના ચુકાદા પછી છુટીને લગભગ એક વર્ષ પછી જેલમાંથી બહાર આવેલા કઠુઆ કાંડના મુખ્ય આરોપી વિશાલ જંગોત્રા અનુસાર જમ્મુ કાશ્મીરની ક્રાઇમ બ્રાંચે તેની પાસે દુષ્કર્મ અને હત્યાનો ગુનો કબુલાવવા માટે ટોર્ચર કર્યો હતો, મારપીટની સાથે ાસાથે તેને ગંભીર યાતાનાઓ પણ આપવામાં આવી હતી. વિશાલના કહેવા મુજબ તેણે મેરઠમાં બી.અસ.સી. એજીના પેપર આપ્યા હતા અને ગીરફતારી વખતે તે ઉતર પ્રદેશના મુઝફરપુર જીલ્લાના મીરાપુરમાં હતો. ત્યાં તેના ઘરે ક્રાઇમબ્રાંચ પહોંચી હતી અને તેને મારવાનું શરૂ કરી દીધુ હતું.

 મારપીટ કરતા તેને મીરાપુર પોલીસ સ્ટેશને લઇ ગયા અને ત્યાંથી એક ગાડીમાં નાખીને કઠયા લઇ જવાયો હતો, રસ્તામાં પણ તેને મારવામાં આવ્યો અને કઠુઆમાં પણ તેને આખી રાત રાખીને યાતનાઓ આપવામાં આવી , ક્રાઇમ બ્રાંચે આખા પરિવારને બરબાદ કરી નાખવાની ધમકી આપીને કહયું કે બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો ગુનો કબુલ કરી લે. ક્રાઇમ બ્રાંચે યાતનાઓ આપીને કહયું કે, સ્વીકારી લે કે તે મેરઠમાં પેપર નથી આપ્યા પણ બીજા કોઇકે આપ્યા હતા.

વિશાલને જ કેમ ફસાવવામાં આવ્યો તે અંગે વિશાલનું કહેવું છે કે, ક્રાઇમ બ્રાંચ આખા પરિવારને બરબાદ કરવા માગતી હતી. મારા ભાઇને પણ ફાસાવવાની સાજીસ હતી. છુટયા પછી વિશાલ હવે પોતાનો અભ્યાસ પુરો કરવા મેરઠ જવાની તૈયારીઓ કરી રહયો છે.

ચુકાદો આવ્યા પછી પોલીસની ચાર્જશીટ પર પશ્નો  ઉભા થવા લાગ્યા છે, જે ચાર્જરીટના મુખ્ય આારોપીને જ સાબીતી ન મળવાથી છોડી દેવાયો તેની પાછળ ક્રાઇમ બ્રાંચ પર આંગળીઓ ચીંધાઇ રહી છે

બચાવ પક્ષ અનુસાર, મીરાપુરમાં વિશાલની મકાન માલકણ સુમન શર્મા પાસેઉર્દુમાં લખેલ સ્ટેટમેન્ટમાં સહી કરાવાય હતી પણ તેને ઉર્દુ નથી આવડતુ. મકાન માલકણ પાસે ખોટા બયાન પર સહી કરાવાઇ હતી. મકાન માલકણે પઠાણકોટ કોર્ટમાં આવીને આ વાતનો સ્વીકા કર્યો હતો.

(3:43 pm IST)