મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

ઈન્ડિયા બૂલ્સ સુપ્રીમમાં દોડયું

માત્ર ૪ શેર ધરાવનાર દૂધ વિક્રેતાએ અયોગ્ય કામગીરીનો આરોપ મુકતા તાત્કાલિક હીયરીંગ માટે સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યોઃ ૨ વાગ્યે સુનાવણીઃ ૭ ટકા શેર તૂટયો

નવી દિલ્હીઃ ૩ મહીના પહેલા ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સના ફકત ૪ શેર ખરીદનાર દુધ વિક્રેતાએ કંપનીને કોર્ટમાં લઇ જતા ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સ કંપનીએ સુપ્રીમમાં લડવા માટે સીનીયર વકીલ અભિષેક મનુ સિંધવીને રોકવા પડયા.

માત્ર ચાર શેર ધરાવતા દુધ વિક્રેતાએ ઇન્ડીયા બુલ્સ દ્વારા અયોગ્ય કામગીરીનો આરોપ મુકયો છે.

સીનીયર વકિલે સુપ્રિમને આ અરજીની તાત્કાલિક સુનાવણી હાથ ધરવાની વિનંતી કરી કારણ કે તેનાથી કંપનીની નેગેટીવ પબ્લીસીટી થવાથી કંપનીને બહુ મોંઘી પડી શકે.

સુપ્રીમ કોર્ટે બપોરે ૨ વાગ્યા પછી સુનાવણી કરવાનું નક્કી કર્યુ આજે ઇન્ડીયા બુલ્સ હાઉસીંગ ફાઇનાન્સના શેરોના ભાવમાં ૭ ટકાનો ઘટાડો.

૪ શેરનો પોર્ટફોલીયો ધરાવતો શેર હોલ્ડર કંપનીને કોર્ટમાં ખેંચી ગયો, નવો ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે.

ઈન્ડિયા બૂલના અધિકારીઓ સામે ૯૦ હજાર કરોડની જંગી રકમો ગેરકાયદે વાપરી હોવાના થયેલ આક્ષેપો કંપનીએ ફગાવી દીધા છે અને કંપનીને બદનામ કરવા આવું કરાયાના આક્ષેપો કર્યા છે.

(3:43 pm IST)