મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

લૂ ની થપાટોથી અનેક ગણો વધશે તણાવ અને બેચેની

૨૦૨૧થી ૨૦૫૦ દરમ્યાન થશે ૮ ગણો વધારો

નવી દિલ્હી, તા. ૧૨ :. દેશમાં જે ઝડપે સખત ગરમ હવાઓની થપાટો વધી રહી છે તેનાથી તણાવ અને બેચેની લોકોને અનેક ગણી વધારે પરેશાન કરશે. આઈઆઈટી ગાંધીનગરના રીસર્ચમાં જાહેર થયુ છે કે, છેલ્લા ૩૦ વર્ષમાં લૂ ની થપાટોની સંખ્યામાં બહુ વધારો થયો છે. અનુમાન છે કે ૨૦૫૦ સુધી તે આઠ ગણી વધી જશે અને એટલી જ ઝડપે તણાવમાં પણ વધારો થશે.

અભ્યાસ અનુસાર, હીટ સ્ટ્રેસ વધવાનું એક કારણ એ પણ છે કે ઉષ્ણતામાનમાં વધારાની સાથે સાથે ભેજ પણ વધી રહ્યો છે. આપણા દેશમાં ગરમ હવાઓમાં ભેજને ગરમીનો આધાર નથી. ગણવામાં આવતો પણ હવા ગરમ હોય અને તેમા ભેજ પણ હોય તો હીટ સ્ટ્રેસથી થતી અસાહજીકતા વધી જાય છે. એસોસીએટ પ્રોફેસર બિમલ મિશ્રાના નેતૃત્વમાં સૌરવ મુખર્જી અને રોહિનીકુમારના આ રીસર્ચ અનુસાર ૧૯૯૮, ૧૯૯૫ અને ૨૦૧૨માં સૌથી ખતરનાક ગરમ હવાઓ ચાલી હતી.

આશંકા

- ૧૯૭૧-૨૦૦૦ વચ્ચે સખત ગરમ હવા ચાલવાની ફકત ૩ થી ૯ ઘટનાઓ બની હતી. ૨૦૦૧થી ૨૦૩૦ વચ્ચે ૧૮ થી ૩૦ વાર આવું બનશે.

- ૧૯૮૬થી ૨૦૧૫ના ૩૦ વર્ષની તુલનામા ૨૦૨૧થી ૨૦૫૦ના ૩૦ વર્ષોમાં ભીષણ ગરમ હવાઓ ૮ ગણી વધશે

અસર

રીસર્ચમાં કહેવાયુ છે કે આ સદીના મધ્ય સુધીમાં ગરમ હવાથી પ્રભાવિત થનારા લોકોની સંખ્યા ૧૫ ગણી થઈ જશે. સદીના અંત સુધીમાં ૯૨ ગણા લોકો તેનાથી પરેશાન થશે.

ઉપાય

વૈશ્વિક તાપમાનના વધારાને ૧.૫ ડીગ્રીથી નીચે રાખવું જરૂરી. વન વિસ્તાર વધારવો અને શેલ્ટર બનાવવા પડશે. દૈનિક કાર્યક્રમ ફેરવવો અને ઈમર્જન્સી સેવા વધારવી પડશે.

(3:28 pm IST)