મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

વાવાઝોડાના ભય વચ્ચે ઓખા, વેરાવળ, સોમનાથ, પોરબંદર, દ્વારકા, ભાવનગર, ભુજના કાંઠાળ વિસ્તારની પેસેન્જર ટ્રેનો સંપુર્ણ-આંશિક રદ

ગુજરાત બહારની અને આંતરીક ડઝનથી વધુ ટ્રેનોને અસરઃ રેલતંત્રએ પુર્વ તકેદારી રૂપે હાથ ધર્યા ધડાધડ પગલા

રાજકોટ, તા., ૧રઃ 'વાયુ વાવાઝોડા'ના સૌરાષ્ટ્રના સાગર કાંઠે ઝળુંબતા ભય વચ્ચે મુસાફરોની સલામતી અને જાનમાલનું  નુકશાન ન થાય તેની પુર્વ તકેદારી રૂપે આજે તા.૧રના સાંજથી આવતીકાલ તા.૧૩ ની  દરીયા કાંઠાના યાત્રાધામો અને શહેરોને જોડતી પેસેન્જર ટ્રેનો રેલતંત્ર દ્વારા સંપુર્ણ અથવા તો આંશિક રદ કરવામાં આવી છે.

રાજકોટ ડીવીઝનલ રેલ્વે મેનેજરની કચેરી દ્વારા જારી કરવામાં આવેલા સતાવાર બુલેટીન મુજબ તા.૧ર અને ૧૩ ની નીચે મુજબની ટ્રેનોને અસર થઇ છે.

આ ટ્રેનોમાં ગૌહાટી-ઓખાને રાજકોટ સ્ટેશનથી શોર્ટ ટર્મીનેટ કરવામાં આવી છે. તા.૧૦ મી થી આ અમલવારી ૧૩ મી સુધી રહેશે. આ ઉપરાંત ૧ર મીની  સોમનાથ-ઓખા-સોમનાથ સંપુર્ણ રદ રહેશે. ૧ર મીની ભાવનગર-ઓખાને રાજકોટથી ટર્મીનેટ કરવામાં આવી છે એટલે કે રાજકો-ઓખા વચ્ચે આ ટ્રેન કેન્સલ રહેશે.૧૧ મીની હાવડા-પોરબંદર અમદાવાદથી ટર્મીનેટ એટલે કે અમદાવાદ સુધી દોડવાશે. આ ટ્રેન અમદાવાદ-ઓખા વચ્ચે રદ રહેશે. ૧૩મીની  હાપા-ઓખા રદ રહેશે. પોરબંદર-હાવડા તા.૧૩મીની અમદાવાદ સુધી જ દોડશે. તા.૧રમીની જબલપુર-સોમનાથ રાજકોટ સુધી આવશે એટલે કે સોમનાથ-રાજકોટ વચ્ચે બંન્ને તરફે રદ રહેશે. આ ઉપરાંત વેરાવળ-રાજકોટ વચ્ચેની તા.૧૩ મીની ટ્રેન આંશિક રદ રહેશે. ૧રમીની અમદાવાદ-વેરાવળ કેન્સલ કરવામાં આવી છે. બાંદ્રા-ભાવનગર તા.૧રમીની સાબરમતી સ્ટેશનથી ટર્મીનેટ કરવામાં આવી છે. ગાંધીનગર-ભાવનગર તા.૧રમીની સંપુર્ણ રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત મંુબઇ સેન્ટ્રલ-પોરબંદર તા.૧રમીની સુરેન્દ્રનગર સ્ટેશનથી ટર્મીનેટ કરવામાં આવી છે. તા.૧૧મીની સિકંદરાબાદ-પોરબંદર રાજકોટથી આંશિક રદ રહેશે કે એટલે કે રાજકોટથી પોરબંદર વચ્ચે આ ટ્રેન દોડશે નહી. તા.૧રમીની દાદર-ભુજ અમદાવાદ સ્ટેશનથી આગળ જશે નહી. તા.૧રમીની બાંદ્રા-ભુજ અમદાવાદથી આગળ દોડશે નહી. નાગરકોઇલ-ગાંધીધામ અમદાવાદ સુધી જ દોડશે. આ ઉપરાંત લાંબા અંતરથી ભુજ તરફ આવતી ટ્રેન નં. ૧૪૩ર૧ અમદાવાદ-ભુજ વચ્ચે રદ રહેશે.

(3:27 pm IST)