મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

સંસદ સત્ર પહેલા એકે એન્ટનીના નેતૃત્વમાં કોંગ્રેસની બેઠક યોજાશે

મહત્વના મુદ્દા પર થશે મંથનઃ સોનિયા-રાહુલ-પ્રિયંકા સામેલ નહીં થાય

નવી દિલ્હી, તા.૧૨: સંસદ સત્ર પહેલા કોંગ્રેસની મહત્વની બેઠક આજે યોજાશે. પક્ષના વરિષ્ઠ નેતા એકે એન્ટનીની અધ્યક્ષતામાં થનારી આ બેઠકમાં અનેક મહત્વની બેઠક યોજાશે અને અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. તેમાં લોકસભામાં કોંગ્રેસના નેતાની નિયુકિત અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામાંની રજૂઆતનો મામલો સામેલ છે. બેઠકમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામેલ નહીં થવાની ખબર છે. સોનિયા અને પ્રિયંકા આજે રાયબરેલીની મુલાકાતે છે.

(1:15 pm IST)