મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

" હિન્દૂ વિવાહ પરિચય મેળો " : વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ડી.સી. તથા મંગલ મંદિર મેરીલેન્ડના સંયુક્ત ઉપક્રમે 22 જૂન 2019 ના રોજ મેરીલેન્ડ મુકામે કરાયેલું આયોજન : અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી

મેરીલેન્ડ : યુ.એસ.માં વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા ડી.સી. તથા મંગલ મંદિર મેરીલેન્ડના સંયુક્ત ઉપક્રમે 22 જૂન 2019 ના રોજ 3 જો " હિન્દૂ વિવાહ પરિચય મેળો "યોજાશે જેનું સ્થળ મંગલ  મંદિર ,17110 ,ન્યુ હેમ્પશાયર એવ , સિલ્વર સ્પ્રિંગ ,મેરીલેન્ડ રાખવામાં આવ્યું છે.તથા સમય બપોરે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

આ પરિચય મેળામાં લગ્ન ઇચ્છુક પુરુષો તથા મહિલાઓ માટે રાઉન્ડ કેબીન મિટિંગ ની વ્યવસ્થા કરાશે જેમાં દરેક લગ્ન ઇચ્છુક હિન્દૂ સિંગલ વ્યક્તિ ભાગ લઇ શકશે જેઓના દેશ, જ્ઞાતિ, ઉંમર તથા અગાઉના લગ્ન અંગેનો બાધ નથી.

ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત છે.જે માટે www.hinduvivah.org દ્વારા  સંપર્ક

સાધવા જણાવાયું છે.

વિશેષ વિગત wdc@hinduvivah.org દ્વારા મળી શકશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(12:04 pm IST)