મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

ભાજપના અધ્યક્ષપદની સ્પર્ધામાં જે.પી. નડ્ડા અને શિવરાજ ચૌહાણ મોખરે

નવી દિલ્હી, તા.૧૨: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કેન્દ્ર સરકારમાં ગૃહપ્રધાન બન્યા છે. તેઓ ત્રણ રાજયની વિધાનસભાની ચૂંટણી સુધી અધ્યક્ષપદે રહે છે કે નહીં તે સ્પષ્ટ નથી. જો કે, અમિત શાહના સ્થાને અધ્યક્ષપદ માટે અનેક નામની ચર્ચા થઈ રહી છે. તેમાં જે પી નડ્ડા, ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજસિંહ ચૌહાણ મોખરે છે. સંઘની પસંદગી શિવરાજ ચૌહાણ છે, જયારે અમિત શાહ ભૂપેન્દ્ર યાદવની તરફેણમાં છે. હિમાચલ પ્રદેશના સાંસદ અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન જે પી નડ્ડાનું નામ પણ ચર્ચામાં છે.

રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપરાંત પાંચ રાજયોમાં પણ અધ્યક્ષ નક્કી કરવાના છે. ઉત્ત્।ર પ્રદેશના અધ્યક્ષ મહેન્દ્રનાથ પાંડે, બિહારના અધ્યક્ષ નિત્યાનંદ રાય, મહારાષ્ટ્રના રાવસાહેબ દાનવે, તેલંગણાના અધ્યક્ષ કિશન રેડ્ડી કેન્દ્રમાં પ્રધાન બન્યા છે. રાજસ્થાન ભાજપના અધ્યક્ષને બદલવાની વાત છે તે માટે રાજયવર્ધન રાઠોડ, ભૂપેન્દ્ર યાદવના નામ ચર્ચામાં છે.

મહારાષ્ટ્રમાં અધ્યક્ષપદ માટે મરાઠા, દલિત અથવા ઓબીસીમાંથી કોઈ એક પસંદ કરાય એવી શકયતા છે. બિહારમાં ભાજપના પ્રમુખપદે નિત્યાનંદ રાયના સ્થાને ઓબીસી અથવા પછાત જાતિ પર પસંદગી કરાય એવી સંભાવના છે. ઉત્ત્।ર પ્રદેશમાં અધ્યક્ષ ઓબીસીમાંથી પસંદ થઈ શકે છે. આખરે તો મોદી-શાહનું જે ધાર્યું હશે તે જ થશે.

(11:45 am IST)