મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં પ્રણવ મુખર્જી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત : રશિયાના રાજદૂત પણ પહોંચ્યા

ઇફ્તાર પાર્ટી બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ- સારું ભોજન,સકારાત્મક વાત થઇ,અને નવા-જુના મિત્રો મળ્યા

 

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઈફ્તાર પાર્ટીમાં અનેક મોટા નેતાઓએ હાજરી આપી હતી પાર્ટીમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટિલ અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી પણ પહોંચ્યા હતાં પાર્ટીમાં અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યાં હતાં. પાર્ટીમાં 18 દળના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.જોકે પાર્ટીમાં સમાજવાદી તરફથી કોઇ સામેલ થયું, બીજીતરફ ઉમર અબદુલ્લા પણ ગેરહાજર રહ્યા હતા

 રાહુલ ગાંધીની ઇફ્તાર પાર્ટીમાં તૃણમૂલ કોંગ્રેસની અધ્યક્ષ મમતા બેનર્જી અને આરજેડીના તેજસ્વી યાદવ તથા એનસીપીના શરદ પવાર પહોંચી શક્યા નહોતા. નેતાઓ વ્યસ્તતાને કારણે ઇફ્તાર પાર્ટીમાં પહોંચ્યા હોવાનું જણાવાયું હતું.

  તાજ પેલેસ હોટલમાં યોજાઈ રહેલી પાર્ટીમાં પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહ, કોંગ્રેસ નેતા પી ચિદંબરમ, એકે એન્ટની, આનંદ શર્મા ઉપરાંત પૂર્વ જેડીયુ નેતા શરદ યાદવ, સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી, જેડીએસના દાનિશ અલી, ટીએમસીના દિનેશ ત્રિવેદી, બીએસપીના સતિશ ચંદ્ર મિશ્રા, એનસીપીના ડીપી ત્રિપાઠી, ડીએમકેના કનિમોજી, આરજેડી એમપી મનોજ જા અને જેએમએમના હેમંત સોરેન પણ હાજર હતાં.

  કોંગ્રેસ ઈફ્તાર પાર્ટીથી વિપક્ષની એકતા બતાવવાની કોશિશ કરી રહી છે. જોકે, એક રિપોર્ટ અનુસાર પાર્ટીમાં ટીડીપી નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમની ગેરહાજરીને લઈ અનેક કયાસ લગાવવામાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીની પાર્ટીમાં ભારતમાં રશિયાના રાજદૂત નિકોલે આર કુદાશેવ પણ આવ્યાં હતાં.

  રાહુલ ગાંધીએ ઇફ્તારમાં આવેલા તમામ લોકોનો આભાર માનતા ટ્વીટ કર્યું. તેમાં રાહુલે લખ્યું, સારૂ ભોજન, મિત્રોના ચહેરા અને સકારાત્મક વાતચીતે ઇફ્તારને યાદગાર બનાવી દીધી. અમને બે પૂર્વ રાષ્ટ્રપતિઓ- પ્રણબ દા અને પ્રતિભા પાટિલે જોઇન કર્યું. સિવાય ઘણા રાજકીય પાર્ટીના નેતા, મીડિયા, રાજદૂત અને ઘણા નવા-જુના મિત્રો પણ સામેલ થયા

twitter link :

(11:36 pm IST)