મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

પૂર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપેયીનું મેડિકલ બુલેટિન જાહેર : રિપોર્ટ

નોર્મલ : ઇન્ફેક્શન અને બ્લડ સુગર કંટ્રોલમાં : થૉડા દિવસોમાં અપાશે રજા

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એઇમ્સ હોસ્પિટલમાં દાખલ છે અને હવે કેટલાક દિવસોમાં હોસ્પિટલમાંથી છુટ્ટી મળી શકે છે. બુધવારનાં રોજ તેઓની તપાસ કરાયા બાદ તેઓનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું.છે રિપોર્ટનાં જણાવ્યા અનુસાર વાજપેયીનાં દરેક રિપોર્ટ સામાન્ય છે. આ સાથે જ ઇન્ફેક્શન કંટ્રોલમાં પણ છે તેમજ બ્લડ પ્રેશર પણ સામાન્ય છે. તેઓને આવતા કેટલાંક દિવસોમાં હોસ્પિટલમાંથી છુટ્ટી પણ મળી શકે છે.

  વાજપેયીને કેટલાંક મેડિકલ ટેસ્ટ બાદ પણ ડૉક્ટરોએ તેઓને આઇસીયૂમાંથી સામાન્ય વોર્ડમાં પણ શિફ્ટ કરી દીધેલ છે. ડૉક્ટરોનું જો માનીએ તો પૂર્વ પીએમ પ્રતિક્રિયાઓ કરી રહેલ છે.તેઓને હાલમાં માત્ર ઇંજેક્શનનાં આધારે જ એન્ટીબાયોટિક્સ દવાઓનો ડૉઝ આપવામાં આવી રહેલ છે. ડૉક્ટરોનું એવું કહેવું છે કે જે સારવાર એમને આપવામાં આવી રહેલ છે તેની અસર દર્દીઓમાં પણ જોવા મળી રહેલ છે.

(8:44 pm IST)