મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

બ્રિટનના વ્‍યક્તિએ મુળ ભારતીય વિદ્યાર્થી ઉપર વંશીય ટિપ્પણી કરતા ભારે વિરોધઃ પોલીસ તપાસનો ધમધમાટ

બ્રિટનઃ બ્રિટનમાં એક શ્વેત માણસે ભારતીય મૂળના 28 વર્ષીય વિદ્યાર્થી ઉપર વંશીય ટિપ્પણી કરી હતી. આ માણસે વિદ્યાર્થી પર બુમો પાડીને બ્રેગ્ઝઇટ ગો બેક હોમ કહ્યું હતું. જ્યારે હિજાબ પહેરેલી એક મહિલા ઉપર બ્રિટિશ વ્યક્તિ ટિપ્પણી કરતો હતો. ત્યારે ભારતીય વિદ્યાર્થીએ તેનો વિરોધ કર્યો હતો. જેના કારણે બ્રિટિશ વ્યક્તિ ગુસ્સે ભરાયો અને વિદ્યાર્થી બુમો પાડીને વંશીય ટિપ્પણી કરી હતી.

કેંબ્રિઝ ન્યૂઝમાં છપાયેલા સમાચાર પ્રમાણે કેંબ્રિઝ વિશ્વવિધ્યાલયમાં પોલિટિકલ સાયન્સના વિદ્યાર્થી રિકેશ અડવાણીએ મહિલા ઉપર બ્રિટિશ વ્યક્તિની ટિપ્પણીઓનો વિરોધ કર્યો હતો. અડવાણીના જણાવ્યા પ્રમાણે મેં જે સાંભળ્યું એનાથી હું હેરાન થઇ ગયો હતો. મને વિશ્વાસ ન્હોતો થતો કે 2018માં પણ લોકો આવું બોલી શકે છે. મેં પહેલા તેને વિનમ્રતાથી રોક્યો હતો. મને આશા હતી કે મામલો પુરો થઇ જશે.

ઘરબાર વગરના લોકો માટે ચેરીટી ચલાવનાર અડવાણીએ કહ્યું કે, એ સ્થિતિમાં વ્યક્તિ પોતાની ભુલ સ્વીકાર કરવાની જગ્યાએ કારણ વગર ઉગ્ર બની ગયો. તેમણે વધુ જણાવ્યું કે જ્યારે તેણે વંશીય અને લિંગ ભેદ વાળી ટિપ્પણીનો વિરોધ કર્યો ત્યારે બીજા દર્દીઓએ તેમનો સાથ આપ્યો નહીં. આ વાતથી તેઓ નિરાશ છે. સમાચારમાં પોલીસના એક પ્રવક્તાના હવાલાથી કહ્યું હતું કે, તપાસ ચાલી રહી છે અને હજી સુધી કોઇ ધપકડ થઇ નથી.

(7:12 pm IST)