ઈમરાન ગે છેઃ પક્ષના નેતાઓ સાથે 'સંબંધ'
રેહમ ખાનનો વધુ એક સનસનીખેજ ખુલાસો
ઈસ્લામાબાદ, તા. ૧૩ :. યૌન ઉત્પીડનના આરોપ બાદ હવે રેહમ ખાને પોતાના પૂર્વ પતિ ઈમરાન ખાન ઉપર ગે એટલે કે સમલૈંગિક હોવાનો આરોપ મુકયો છે. રેહમે પોતાના આવી રહેલા પુસ્તકમાં દાવો કર્યો છે કે, ઈમરાન સમલૈંગિક છે અને તેના પોતાના પક્ષ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સભ્યો સાથે સંબંધ છે.
પાકિસ્તાની મીડીયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે રેહમે ખુલાસો કર્યો છે કે ઈમરાન, પાકિસ્તાની એકટર હમજા અલી અબ્બાસી અને પીટીઆઈ સભ્ય મુરાદ સૈઈદ સમલૈંગિક છે અને તેઓના સંબંધો હતા.
જો કે અત્યાર સુધી આ બાબતે ઈમરાન અને હમજા એ કશુ કહ્યુ નથી પરંતુ સૈયદે ટવીટર થકી આ આરોપોને ફગાવી દીધા છે. રેહમે આ પહેલા ઈમરાન ઉપર પોતાના લગ્ન પહેલા જ યૌન શોષણનો આરોપ મુકયો હતો. રેહમના કહેવા મુજબ જ્યારે હું ઈમરાનને બીજીવાર મળી હતી અને તેની સાથે ચાલવા ગઈ હતી ત્યારે ઈમરાને મારી સાથે છેડછાડનો પ્રયાસ કર્યો હતો.
રેહમે કહ્યુ હતુ કે, જ્યારે અમે ફરવા ગયા હતા ત્યારે ઈમરાને રાજકારણ, બાળકો અંગે વાત કરી હતી અને મારા વખાણ કર્યા હતા પછી અમે ભોજન લીધુ હતુ બાદમાં તેણે છેડછાડ કરી હતી. હું ડરી ગઈ હતી અને વિચારવા લાગી હતી કે આખરે હું અહી શા માટે આવી ? મેં ઈમરાનને ધક્કો માર્યો હતો. તે પછી ઈમરાને કહ્યુ હતુ કે, હું જાણુ છું કે તું એવી યુવતી નથી અને તેથી જ હું શાદી કરવા માગુ છું. મેં કહ્યુ હતુ કે તું ગાંડો થઈ ગયો છે. હું તને જાણતી પણ નથી અને તું શાદીની વાત કરે છે.
રેહમ પુસ્તકને લઈને વિવાદમાં છે. તેણે વસીમ અકરમ ઉપર પણ આરોપો મુકયા છે. રેહમના કહેવા મુજબ વસીમે પોતાની પત્નિને એક અશ્વેત માણસ સાથે સેકસ કરવા મજબુર કરી હતી.(૨-૬)