મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

૨૩ લાખ નિવૃત્ત શિક્ષકોને મોદી સરકાર તરફથી ગિફટ : પેન્શનમાં કર્યો મોટો વધારો

નવી દિલ્હી તા. ૧૩ : કેન્દ્ર સરકારે ૨૩ લાખથી પણ વધારે વિશ્વવિદ્યાલયો અને કોલેજોમાંથી નિવૃત્ત થયેલ શિક્ષકો અને ગેર-શૈક્ષણિક કર્મચારીઓને એક મોટી ગિફટ ઉપલબ્ધ કરાવી આપી છે. સરકારે આ લોકોનાં પેન્શનમાં ૧૮ હજાર રૂપિયા સુધીનો નફો કરી દીધો છે.

આ શિક્ષક-ગેરશિક્ષકોને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવેલ છે. સરકારનાં આ નિર્ણયથી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો અને UGC અંતર્ગત ડીમ્ડ વિશ્વવિદ્યાવલયોનાં ૨૫ હજાર પેન્શનરોને ફાયદો થશે. આ સિવાય રાજયોની એવી વિશ્વવિદ્યાલયો અને કોલેજોને પણ આનો લાભ મળશે કે જેને ત્યાં ૭માં પગાર પંચ લાગુ થઇ ચૂકેલ હોય. આમાં ૮ લાખ શિક્ષક અને ૧૫ લાખ ગેરશિક્ષક કર્મચારીઓ રિટાયર્ડ થઇ ચૂકયાં છે.

(11:18 am IST)