મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ : વીજળી પડતા 10 લોકોના મોત : કર્ણાટકમાં વરસાદી પાણી ભરાવાથી સ્કૂલ કોલેજ બંધ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી 10 લોકોના મોત નિપજ્યા છે જયારે કર્ણાટકમાં વરસાદને કારણે સ્કૂલ કોલેજ બંધ કરવા પડ્યા છે પશ્ચિમ બંગાળના કેટલાય જિલ્લામાં વરસાદ સાથે વીજળી પાડવાના બનાવો બનતા 10 લોકોના મોત થયા છે અને અન્ય કેટલાય લોકો ઘાયલ થયા છે.

પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાથી બાંકુરા જિલ્લામાં 4 લોકો,હુગલી જિલ્લામાં 3 અને પશ્ચિમી મેદિનીપુર,વીરભૂમ અને ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક એક વ્યક્તિનું મોત થયું છે જયારે કર્ણાટકમાં ભારે  જનજીવન અસ્તવ્યસ્ત થયું છે.

  બાંકુરાના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે જિલ્લામાંવીજળી પડતા અલગ અલગ ઘટનામાં એક મહિલા અને તેની પુત્રીની સહીત ચાર લોકોના મોત થયા છે દુર્ઘટના વેળાએ મહિલા અને તેની પુત્રી રાજાગ્રામમાં પોતાના ખેતરે કામ કરી રહ્યાં હતા જયારે નિત્યનંદનપુરમાં અને પુનીસોલ ગામમાં વીજળી પડવાથી એક -એક વ્યક્તિનું મોટ થયું છે અને કેટલાક લોકો દાજી ગયા છે.

  દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ વહેલું આવતા કર્ણાટકના કોડગું ,ચિકમંગલુરુ જિલ્લામાં સેંકડો સ્કૂલ કોલેજો બંધ કરાઈ છે અધિકારીએ જણાવ્યું કે તારાઈના વિસ્તારોમાં પાણી ભરાઈજતા જિલ્લાંનાચાર તાલુકામાં સ્કૂલ કોલેજોમાં અનિશ્ચિતકાળની રજા જાહેર કરી દેવાઈ છે. 

ભારતીય હવામાન વિભાગ બેંગ્લુરુ કેન્દ્રે પોતાની વેબસાઈટ પર જણાવ્યું છે કે ચીકામન્ગલુરુ જિલ્લાના માલનાડ ક્ષેત્રના કેટલાય વિસ્તારોમાં ભારવારસાદ પડશે ચિકમંગલુરુથી નીકળનાર તમામ નદીઓ ઉપરથી વહિરહી છે.

   કોડાગુ જિલ્લાના અધિકારીના જણાવ્યા મુજબ જિલ્લામાં તરાઈમાં સ્થિત તાલુકાના શિક્ષણ સંસ્થામાં રજા જાહેર કરાઈ છે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતા વધુ વરસાદ થયો છે કોડગુના ધાર્મિક સ્થળ ભગમંડલામાંભારેવરસાદ થયો છે.

  કાંઠાના જિલ્લાઉંટર કન્નડ અને દક્ષિણ કન્નડ અને અંદરના જિલ્લા હાસન અને શિવમોગામાં પણ સતત સરેરાશથી વધુ વરસાદ થતા રસ્તાઓ જળબંબોળ બન્યા છે અને જનજીવન પ્રભાવિત થયું છેદક્ષિણ પશ્ચિમ રેલવેના ઈ,વિજયાએ જણાવ્યું કે ભારે વરસાદને કારણે બેંગુલરૂથી ઉત્તર કન્નડના કરવાસ જનાર રેલવેમાર્ગને બદલીને કેરળના પલક્કડથી થઈને શરુ કરાયો છે. 

 

(12:00 am IST)