મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

પ્રથમ ત્રિમાસિકમાં સૌર ઉર્જા સ્થાપિત ક્ષમતામાં 34 ટકાનો વધારો

મુંબઈ: દેશમાં સૌર ઉર્જા સ્થાપિત ક્ષમતામાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2018ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં આ 34 ટકા વધીને 3269 મેગાવોટ પર પહોંચી છે. ગયા વર્ષે 2017ની ચોથી ત્રિમાસિક ગાળામાં 2448 મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરવામાં આવી હતી વૈશ્વિક સ્વચ્છ ઉર્જા પરામર્શ ફર્મ મરકોમ કોમ્યુનિકેશન ઇન્ડિયાએ એક રિપોર્ટમાં આ વાત કરવામાં આવી છે.
 ફર્મે એક નિવેદનમાં જણાવવામાં આવ્યુ હતું કે, સૌર ઉર્જા ક્ષમતા સ્થાપિત કરવાના કારણે 2018ની પ્રથમ ત્રિમાસિક ગાળામાં સૌથી સારી રહી છે. આ દરમિયાન 3269 મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરાઇ છે જે 2017નીચોથી ત્રિમાસિક ગાળામાં સ્થાપિત ક્ષમતા 2448 મેગાવોટથી 34 ટકા વધુ છે.

(11:36 pm IST)