મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

અમેરિકામાં ઇન્ડિયન સિનીયર્સ ઓફ શિકાગોના ઉપક્રમે ''ફાધર્સ ડે'' ઉજવાયોઃ આગામી ૧૬ જુનના રોજ નૃત્ય સંગીત કાર્યક્રમ, ૧૪ જુલાઇના રોજ પિકનિક, તથા ૨૪ જુનના રોજ 'જયશ્રીકૃષ્ણ' કાર્યક્રમમાં પધારવા મેમ્બર્સને આમંત્રિત કરાયા

શિકાગોઃ ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યોની  માસિક સામાન્ય સભા શનિવાર તારીખ 9, જુન,2018 ના રોજ માનવ સેવા મંદિરમાં ૧૧:3૦ વાગે મળી હતી.જેમાં આશરે 225 જેટલા સભ્યોએ હાજરી આપી હતી.કાર્યક્રમની શરૂઆત કારોબારી સમિતિના સભ્ય શ્રી ભુપેન્દ્ર સુથાર,  શ્રીમતી હેમા શાસ્ત્રી, શ્રીમતી નલીનીબેન શાહ, શ્રીમતી પન્ના શાહ, અને શ્રીમતી નિહારિકા દેસાઈ એ સર્વધર્મ પ્રાર્થના ગાઈ હતી. ત્યારબાદ સર્વે સભ્યોએ સમુહમાં 'હનુમાન ચાલીસા'ના પાઠ કર્યા હતા.શ્રી સીવી દેસાઈએ મે મહિનાનો આવકજાવકનો હિસાબ રજુ કર્યો હતો.સાથે સાથે ડોનેશન આપનાર સભ્યોના નામ જાહેર કર્યાં હતા. તે પછી શ્રીમતી ભદ્રાબેન શાહે " પીળા પીતાંમ્બર શ્રી નાથજી બાવા' નું ભજન સુંદર સ્વરોમાં ગાયુ હતું. આજના કાર્યક્રમનું સંચાલન કારોબારી કમિટીના સભ્ય શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલે સફળતાપૂર્વક કર્યું હતું. 

કારોબારી કમિટીના સભ્ય શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલે ફાધર્સ ડે ની ઉજવણીના સંદર્ભમાં ફાધર તરીકેના તેમના અંગત જીવનના પ્રસંગો વર્ણવ્યા હતા. તેમણે જણાવ્યું કે પિતા એ પસંદગીથી મળતું પાત્ર નથી, એ તો પરમેશ્વરે આપેલ પ્રસાદ છે.પિતાનું

માન સન્માન જાળવવું એ આપણી ફરજ છે. પિતાના સંસ્કારો આપણે જીવનમાં ઉતારવા જોઈએ. બીજીબાજુ પિતાએ પણ બાળકોને સમજવા જોઈએ.

   ત્યારબાદ કારોબારી કમિટીના સભ્યો શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રી બિપીનભાઈ શાહે કેટલાક ફાધર્સને આગળ આવવા આમંત્રણ આપ્યું હતું. અને તેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી બિપીનભાઈ શાહે જણાવ્યું કે 1910 થી અમેરિકામાં ફાધર્સ ડે ની ઉજવણી થાય છે. 1966 માં પ્રેસિડન્ટ જોન્સને દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ની ઉજવણીની જાહેરાત કરી હતી. ડૉ. નરસિંહભાઈ પટેલે ઉપસ્થિત સર્વે સિનિયર ભાઈઓને ફાધર્સ ડે પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.

     શ્રી અરર્વિદભાઈ કોટક અને શ્રી ભુપેન્દ્ર સુથારે  જુન માસમાં જે ભાઈ-બહેનોના જન્મદિવસ આવતા હતા તેઓને આગળ બોલાવી જન્મદિવસની શુભેચ્છા પાઠવવા બર્થ ડે કાર્ડ  દરેક બર્થ ડે વાળા સભ્યને આજના મહેમાન  શ્રી લલિતચંદ્ર પટેલ ના  હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સૌ ભાઈ-બહેનોએ શ્રી ભુપેન્દ્ર સુથાર અને શ્રી અરર્વિદભાઈ કોટકની સાથે બર્થ ડે નું ગીત 'બાર બાર એ દિન આયે, તુમ જીઓ હઝારે સાલ,હેપી બર્થ ડે ટૂ યુ' ગાઈને બર્થ ડેની શુભેચ્છા પાઠવી હતી. બધા બર્થ ડે વાળા સભ્યોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

સેક્રેટરી શ્રી હીરાભાઈ પટેલે 3 જી નવેમ્બર, 2018 ના રોજ આયોજિત સંસ્થાના મનોરંજન કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી.તેમણે જણાવ્યું કે વાર્ષિક કાર્યક્રમ આપણા માનવ સેવા મંદિરના લક્ષ્મી હોલમાં રાખવામાં આવ્યો છે. શ્રીમતી શર્મીબેન ત્રિવેદીના પ્રોજેક્ટ 'ફૂડ ફોર નિડ઼ી સિનિયર્સ ' ની માહિતી આપી હતી. પ્રોજેક્ટમાં સ્વયંસેવક તરીકે સહકાર આપવા જણાવ્યું હતું. શ્રી હીરાભાઈ પટેલે સંસ્થાના સભ્ય શ્રી દેવેન્દ્રભાઈ પરીખના ધર્મપત્ની ડૉ.શોભનાબેન પરીખ ના અવસાન નિમિત્તે શોક ઠરાવ પસાર કર્યો હતો અને સર્વે સભ્યોએ મૌન પાળી સદ્દગત આત્માને ચીર શાંતિ મળે તેવી પ્રાર્થના કરી હતી. શ્રી મહેન્દ્રભાઈ પટેલે 16 જૂન, 2018 ના રોજ 'નર્તન' સંસ્થાના ઉપક્રમે યોજાયેલ નૃત્ય - સંગીતના કાર્યક્રમમાં પધારવા સર્વે સભ્યોને નિમંત્રણ પાઠવ્યું હતું. ડૉ.નરસિંહભાઈ પટેલે પણ આવા કાર્યક્રમને સહકાર આપવા સર્વેને જણાવ્યું હતું. 

સંસ્થા દ્વારા આયોજિત 14 જુલાઈ, 2018ની વાર્ષિક પીકનીક અંગે ડૉ. નરસિંહભાઈ પટેલે વિગતવાર માહિતી આપી હતી. પીકનીક માટે રોકડ સ્વરૂપે અને વસ્તુ સ્વરૂપે જે ડોનેશન મળ્યા છે તે બદલ તેઓએ સર્વેનો આભાર માન્યો હતો. પિક્નિકના દિવસે જે સભ્યો 2017 માં સભ્ય હતા અને વર્ષ 2018 માં સભ્ય તરીકે ચાલુ રહ્યા હશે તેઓને લ્હાણી આપવામાં આવશે તેવી જાહેરાત ટ્રેઝરર શ્રી ચિત્તરંજનભાઈએ દેસાઈએ કરી હતી. જેને સભ્યોએ તાળીઓથી વધાવી લીધી હતી. 

ભારતીય સિનિયર સીટીઝન ઓફ શિકાગોના પ્રેસિડન્ટ શ્રી હરિભાઈ પટેલે આજની મિટિંગમાં ઉપસ્થિત હતા. તેઓનું પુચ્છથી સ્વાગત શ્રી મનુભાઈ શાહે કર્યું હતું. શ્રી હરિભાઈ પટેલે તેમની સંસ્થા દ્વારા તારીખ 24 જૂન, 2018 ના રોજ મેડોઝ ક્લબ માં આયોજિત 'જયશ્રી કૃષ્ણ   કાર્યક્રમમાં પધારવા સર્વે સભ્યોને નિમંત્રણ પાઠવ્યું હતું શ્રી હરિભાઈ પટેલે ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના સભ્યોને આ પ્રોગ્રામ માટે કન્સેશનની જાહેરાત કરી હતી. તેઓએ ઈન્ડિયન સિનિયર ઓફ શિકાગોની વિવિધ પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અને તેઓના સન્માન બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. ઉપસ્થિત શ્રીમતી ભાવનાબેનનું સન્માન શ્રીમતી હેમાબેન શાસ્ત્રીએ કર્યું હતું. શ્રીમતી ભાવનાબેને 8 જુલાઈ, 2018ના રોજ 'ઇન્ડિયા ફેસ્ટના' ઉપક્રમે યોજાયેલ 'શાન મ્યુઝિકલ પ્રૉગ્રામ' માં પધારવા સર્વેને આમંત્રણ આપ્યું હતું.

   ત્યારબાદ જૂન મહિનાનો ત્રિમાસિક મનોરંજન કાર્યક્રમ ઉજવવા માટે જે કલાકારો ભાગ લેવાના હતા તેઓના નામની જાહેરાત શ્રી ભુપેન્દ્ર સુથારે કરી હતી. મનોરંજન કાર્યક્રમનું સમગ્ર સંચાલન સારી રીતે કર્યું હતું. શરુઆતમાં શ્રી રણજિત ભરૂચાએ 'સારંગા તેરી યાદમેં' ગીત, શ્રીમતી નલીનીબેન રાવલે 'મારા રામ તમે સીતાજીની તોલે ના આવો' ગીત, શ્રી સંદીપભાઈ શેઠે 'એ વાદા કરો ચાંદકે સામને' ગીત, શ્રીમતી નલીનીબેન શાહે 'ના તુમ હમ જાનો, ન હમ તુમે જાનેં ' ગીત, શ્રી અરવિંદભાઈ પટેલ અને શ્રીમતી પુષ્પાબેને 'અહહુંન  આયે, સાવન બીટા જાયે', ગીત,શ્રી હીરાભાઈ પટેલે 'આ લોટકે આજા મેરે મીટ, તુઝે મેરે ગીત પુકારે, ગીત, શ્રીમતી અંજુ દેસાઈ અને શ્રીમતી નિહારિકા દેસાઈએ ,આજ તુને પિલાયા મજા આ ગયા,ગીત, શ્રી દુર્ગેશભાઈએ 'સુહાની રાત ઢલ ચૂંકિ ગીત, શ્રીમતી રોહિણીબેન દેખાતાવાળાએ 'મોહ મોહ કે ધાગે તેરી અંગૂલિઓ',  ગીત શ્રી રાજુભાઈ શાહે 'તુમાર હુદય આકાશમાં પંખી બની ઉડ્યા કરૂ' ગીત અને શ્રીમતી ઉષાબેન સોલંકીએ 'મૈં તો તુમ સંગ નૈં મિલાકે' ગીતો સુંદર સ્વરોમાં રજૂ કર્યા હતા. સર્વે સભ્યોએ મનોરંજન કાર્યક્રમ બહુ સારી રીતે માણ્યો હતો. આ પ્રસંગે બધા કલાકારોનો ગ્રુપ ફોટો લેવામાં આવ્યો હતો.

    અંતમાં શ્લોક ગાઈને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણીને સર્વે સભ્યોએ વિદાય લીધી હતી.

તેવું ISC પ્રેસિડન્ટ શ્રી નરસિંહભાઇ એમ.પટેલના અહેવાલ દ્વારા શ્રી ચિતરંજન દેસાઇની યાદી જણાવે છે.

(7:14 pm IST)