મુખ્ય સમાચાર
News of Thursday, 13th May 2021

રસ્તાઓ ધર્મનિરપેક્ષ હોય છે, દરેક ધર્મના લોકો ઉપયોગ કરી શકે

મદ્રાસ હાઇકોર્ટે મહત્વની ટીપ્પણી કરી

ચેન્નાઇ તા. ૧૩ : માર્ગો ધર્મનિરપેક્ષ હોય છે. તેનો ઉપયોગ દરેક વ્યકિત કરી શકે છે. પછી તે વયકરીગમે તે ધર્મ કે જાતિનોકેમ ના હોય.કોઈ પણધાર્મિક યાત્રા પર ફકત એ કારણોસર રોક લગાવી જોઈએ નહીં કે આ વિસ્તારમાં કોઈ ધાર્મિક સમૂહેયાત્રા અંગે વિરોધ દર્શાવ્યો છે.આ નિવેદન મદ્રાસ હાઇકોર્ટેઆપ્યુંછે.

જસ્ટિસ પી.વેલમુરગનઅને જસ્ટિસ કિરૂબકરનનીબેન્ચે માર્ગોને સેકયુલર ગણાવીને દરેક લોકોને તેનો ઉપયોગ કરવાની વાત કહી છે. બેન્ચે કહ્યું કે કોઈ પણ જુલુસ કે ધાર્મિક યાત્રા ફકત તેથી પ્રતિબંધિત કરી શકાય નહીં કે અન્ય ધાર્મિક સમૂહ ત્યાં રહે છે કે બિઝનેસ કરે છે.

આ કેસ પેરમ્બલુરજિલ્લાના કલાથુરગામ સાથે જોડાયેલો છે.ઓકટોબર ૨૦૧૫માં મુસ્લિમ બહુલ વિસ્તારમામંદિર સાથે જોડાયેલા ત્રણ દિવસીય ઉત્સવ નીકળવા અંગે અરજી દાખલ કરી હતી. કેસ કોર્ટમાં પહોંચ્યો હતો. જયાંકેટલાક પ્રતિબંધોની સાથે જુલૂસનીમંજૂરી આપી દેવામાં આવી હતી. ત્યાર બાદબન્ને પક્ષોએ નવી અરજી કરી હતી.

કોર્ટના જણાવ્યા મુજબ, જો આ કેસમાં વાદીની દલીલને મણિ લેવામાં આવે તો ફરી બાકી રહેલા ભારતના વિસ્તારોમાંએવી સ્થિતિ બની રહેશે કે અલ્પસંખ્યક ધર્મના લોકો કોઈ પણ તહેવાર અથવ જુલુસ કાઢી શકશેનહીં. કોર્ટે એ પણ કહ્યું કે દાયકાથી ચાલી રહેલી પરંપરાને ધાર્મિક અસહિષ્ણુતાનાનામ પર રોકી શકાય નહીં. એવી સ્થિતિમાં ઝઘડા, દંગા થશે, કે જે ભારતની ધર્મનિરપેક્ષ દેશનીછબીને નુકશાન પહોંચાડશે.

કોર્ટે કહ્યું કે દેશમાં દરેકને સમાન દરજજોમળેલો છે. પછી તે હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ઘ અથવા કોઈ અન્ય. સંવિધાનની ધારા ૨૫(૧) હેઠળ દરેકને તેના ધર્મોને માનવાની સ્વતંત્રતા છે. કોર વગર કોઈ પ્રતિબંધ જુલુસ કાઢવાની મંજૂરી આપીને કહ્યું કે કાયદાકીય વ્યવસ્થાની કોઈ પણ પ્રકારની સમસ્યાની સ્થિતિમાં પોલીસને હસ્તક્ષેપ કરવો પડશે.

(10:56 am IST)