મુખ્ય સમાચાર
News of Thursday, 13th May 2021

દેશમાં કોરોનાના નવા કેસ અને રિકવરી સમાંતર :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :કુલ કેસની સંખ્યા 2,37 કરોડને પાર પહોંચી :રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2 કરોડ નજીક : કર્ણાટકમાં સૌથી વધુ 5,92 લાખથી એક્ટિવ કેસ

કુલ સક્રિય કેસોમાં 13 રાજ્યોનો હિસ્સો 82.51 ટકા: રાષ્ટ્રીય રીકવરી દર 83.04 ટકા થયો

નવી દિલ્હી : કોરોના વાઇરસની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. અહીં રાહતની વાત એ છે કે ભારતમાં સક્રિય કેસની કુલ સંખ્યા બુધવારે ઘટીને 37,04,99 પર આવી છે. જે હવે દેશના કુલ સકારાત્મક કેસોના 15.87 ટકા છે. છેલ્લા 24 કલાકમાં, સક્રિય કેસોમાં 11,122 કેસોનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. સક્રિય કિસ્સાઓમાં ઘટાડો થવાનો આ સતત બીજો દિવસ છે.

દેશમાં અત્યાર સુધીમાં કુલ કેસ 2.37 કરોડ નોધાયા છે. દેશમાં કુલ મૃત્યુઆંક 2.59 લાખ ને પાર પહોચ્યો છે. કુલ સક્રિય કેસોમાં 13 રાજ્યોનો હિસ્સો 82.51 ટકા છે. દેશમાં કુલ રિકવરી હવે 2 કરોડ નજીક છે. ભારતની કુલ રિકવરી આજે 1,93,82,642 થઈ છે. રાષ્ટ્રીય રીકવરી દર 83.04 ટકા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાક દરમિયાન 3,48,421 નવા કેસ નોંધાયા હતા. નવા કેસોમાં દસ રાજ્યોનો 71.22 ટકા હિસ્સો છે.

(1:07 am IST)