મુખ્ય સમાચાર
News of Wednesday, 13th May 2020

" ચીન ઉપર પ્રતિબંધ મુકો " : યુ.એસ.કોંગ્રેસમાં પ્રસ્તાવ રજુ

વોશિંગટન : અમેરિકાની સંસદમાં 9 મેમ્બરોએ ચીન ઉપર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે.
પ્રસ્તાવમાં જણાવાયા મુજબ કોરોના વાઇરસ મામલે માહિતી છુપાવી ચીને સમગ્ર વિશ્વનો દ્રોહ કર્યો છે.તથા લાખો  લોકોને મોતને ઘાટ ઉતારવામાં નિમિત્ત બન્યું છે.
ઉપરાંત લાંબા સમય સુધી કામ ધંધા બંધ રાખવાની ફરજ પડતાં કરોડો લોકો બેરોજગાર બન્યા છે.દરેક દેશોનો જીડીપી તળિયે પહોંચી ગયો છે.ચીન કોરોના વાઇરસના ફેલાવા માટે જવાબદાર હોવા ઉપરાંત તેની સારવાર માટે પણ સહકાર આપવામાં નિષ્ફ્ળ નીવડ્યું છે.તેનો સંપૂર્ણપણે બહિષ્કાર જરૂરી હોવાથી તેના ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:04 pm IST)