મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

એન્જિનિયરિંગ સેક્ટરની નિકાસ ગત વર્ષે 6 ટકા વધીને 83.7 અબજ ડોલર થઇ

કાસ્ટિંગ્સ, ફોલિંગ, અને ફાસ્ટનર્સ જેવા લાઈટ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની વિદેશમાં માગ વધી

મુંબઈ : કાસ્ટિંગ્સ, ફોલિંગ, અને ફાસ્ટનર્સ જેવા લાઈટ એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સની વિદેશમાં માગ વધતા નિકાસમાં એકંદરે તીવ્ર વૃદ્ધિ થઈ છે. ર૦૧૮-૧૯માં એન્જિનિયરિંગ એક્સપોર્ટમાં ૬.૩૬ ટકાનો ઉછાળો નોંધાયો છે જ્યારે ર૦૧૭-૧૮માં એન્જિનિયરિંગ એક્સપોર્ટ ૭૮.૭ અબજ ડોલરની થઈ હતી. દેશની કુલ મર્ચન્ડાઈલ એક્સપોર્ટમાં એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ રપ ટકા જેટલો હિસ્સો ધરાવે છે.

કુલ નિકાસમાં નોર્થ અમેરિકા અને યુરોપના દેશો ૪૦ ટકા ફાળો આપે છે. ર૦૧૮માં ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન ૧૦૬પ લાખ ટન થયુ હતું જ્યારે ર૦૧૭માં ૧૦૧પ લાખ ટન ક્રૂડ સ્ટીલનું ઉત્પાદન થયુ હતું. ર૦૧૭-૧૮માં કુલ નિકાસ ૩૦૩ અબજ ડોલરની થઈ હતી.

(9:16 pm IST)