મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

મુસ્લિમ વિરોધી હિંસા બાદ શ્રીલંકામાં સંચારબંધી લાગૂ

મુસ્લિમ પેઢીઓ અને મસ્જિદો ઉપર હુમલા કરાયા : ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા અનેક જગ્યાઓ પર હુમલા બાદ સમગ્ર શ્રીલંકામાં સંચારબંધી લાગૂ કરવા માટે નિર્ણય

કોલંબો, તા. ૧૩ : શ્રીલંકામાં આજે રાષ્ટ્રવ્યાપી છ કલાકની સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. પાટનગર કોલંબોમાં ઉત્તરમાં સ્થિત કેટલાક જિલ્લાઓમાં મુસ્લિમ વિરોધી હિંસાઓ ભડકી ઉઠતા સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. મુસ્લિમ સંપત્તિઓમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિ વિકટ બનતા સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. મુસ્લિમ વિરોધી હિંસા બાદ તમામ જગ્યાઓ ઉપર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. ઇસ્ટર સન્ડેના દિવસે શ્રીલંકામાં એક પછી એક સિરિયલ બ્લાસ્ટ થયા બાદ મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ બનાવ બાદ શ્રીલંકામાં હજુ પણ અરાજકતાનો માહોલ રહેલો છે. ખ્રિસ્તીઓના નેતૃત્વમાં તોફાની ટોળાઓએ આજે મુસ્લિમ માલિકીના વેપારી પેઢીઓ અને મસ્જિદો ઉપર હુમલા કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્રણ જિલ્લાઓમાં સંચારબંધી લાગૂ કરવામાં આવી હતી. હિંસાના પરિણામ સ્વરુપે તંગદિલી ફેલાઈ ગઈ હતી. મોડેથી સંચારબંધીને સમગ્ર દ્વિપમાં લાગૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૧મી એપ્રિલના દિવસે શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. એક પછી એક આઠ પ્રચંડ બોમ્બ ધડાકાઓના કારણે  સમગ્ર શ્રીલંકા હચમચી ઉઠ્યું હતું. સાથે સાથે ુદુનિયાભરમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સિરિયલ બ્લાસ્ટમાં ૩૨૫થી વધુ લોકોના મોત થયા હતા. શ્રીલંકામાં ૨૧મી એપ્રિલના દિવસે સવારે એક પછી એક બ્લાસ્ટનો સીલસીલો શરૂ થયો હતો. ત્રણ ચર્ચ અને કેટલીક હોટલોને ટાર્ગેટ બનાવવામાં આવી હતી. પ્રથમ બ્લાસ્ટ કોલંબોમાં સેન્ટએન્ટની ચર્ચ અને બીજો બ્લાસ્ટ પાટનગરની બહાર નેગોમ્બો વિસ્તારમાં સેબેસ્ટીયન ચર્ચમાં કરાયો હતો. ત્રીજો બ્લાસ્ટ પૂર્વીય શહેર બાટીકોલોવામાં ચર્ચામાં થયો હતો. ઉપરાંત જે હોટલોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવામાં આવ્યા હતા કોલંબો નેશનલ હોસ્પિટલના મોટાભાગના લોકોને ખસેડવામાં આવ્યા હતા.

(9:04 pm IST)