મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

ચાલુ વર્ષે એફસીઆઇએ પ્રથમ ઓપન માર્કેટમાં 400 ટન ઘઉં વેચ્યા

મુંબઈ :  ભારતના ફૂડ કોર્પોરેશને વર્ષ ૨૦૧૯-૨૦(એપ્રિલ-માર્ચ) દરમિયાન ઓપન માર્કેટ વેચાણ યોજના હેઠળ હરાજીના પ્રથમ રાઉન્ડમાં ૪૦૦ ટન ઘઉંનું વેચાણ કર્યું હતું.

   એજન્સીએ હરાજી માટે અનાજનો ૧૪.૬ લાખ ટન પુરવઠો મૂક્યો હતો. ગયા વર્ષે, ફૂડ કોર્પ ઓફ ઇન્ડિયાએ યોજના હેઠળ તેની પ્રથમ હરાજી દ્વારા ૭૪,૦૦૦ ટન ઘઉંનું વેચાણ કર્યું હતું.

   સરકારે એપ્રિલ-જૂન સુધીમાં બિન-ઘઉં પ્રાપ્તિવાળા રાજ્યોમાં ઘઉંનો આધાર ભાવ ૧૦૦ કિલોગ્રામ દીઠ રૂ.૨૦૮૦ જેટલો નક્કી કર્યો છે, તેમજ વર્ષ ૨૦૧૯-૨૦ના દરેક ક્વાર્ટરમાં તેમાં ૫૫ રૂપિયાનો વધારો કરવામાં આવશે. અગાઉના વર્ષ એપ્રિલ-જૂન માટે સરકારે ૧૦૦ કિલોગ્રામ દીઠ રૂ.૧૯૦૦ આધાર ભાવ નક્કી કર્યો હતો, તેમજ દરેક ક્વાર્ટમાં રૂ.૨૫ જેટલો વધારો કરવામાં આવ્યો હતો.

  આ વર્ષના ઘઉંના મૂળ ભાવમાં વેરહાઉસ ફી સાથે ૫૦ ટકા વ્યાજનો સમાવેશ થાય છે. ઇન્દોર સ્થિત વેપારી એન. કે અગ્રવાલે જણાવ્યું હતું કે, સ્પોટ માર્કેટમાં અનાજની ઊંચી પ્રાપ્યતાએ સ્પોટના ભાવને તપાસ હેઠળ રાખ્યા છે.

   અધિકારીએ જણાવ્યું હતું કે, આ વર્ષે સ્પોટ ભાવમાં ઘટાડો થયો છે કારણ કે સરકારની ઘઉંની ખરીદી સંભવિત મોટી સખ્યામાં પાક હોવા છતાં અટકી ગઈ છે.

(1:04 am IST)