મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

હીરો મોટકોર્પ ક્ષમતા વધારવા કરશે 1,500 કરોડનું રોકાણ

બીએસ-૬ નોમર્સ માટે પોર્ટફોલિયો અપગ્રેડ કરવા અને નવા પ્લાન્ટ માટે ફંડનો થશે ઉપયોગ

મુંબઈ : ટુ-વ્હિલર ક્ષેત્રની અગ્રણી કંપની હીરો મોટોકોર્પ ક્ષમતામાં વધારો કરવા ચાલુ નાણાકીય વર્ષે રૂ.૧પ૦૦ કરોડનું રોકાણ કરશે કંપની આ ફંડનો ઉપયોગ બીએસ-૬ નોમર્સ માટે પોર્ટફોલિયો અપગ્રેડ કરવા અને આંધ્રપ્રદેશના નવા પ્લાન્ટ માટે તેનો ઉપયોગ કરશે. આ ઉપરાંત કંપની નવા પ્રોડક્ટ્સને ડેવલપ કરવા પણ જઈ રહી છે.

   ચાલુ નાણાકીય વર્ષમાં કંપની રૂ.૧પ૦૦ કરોડના ભંડોળનો ઉપયોગ આંધ્ર પ્રદેશના પ્લાન્ટ અને બીએસ-૬ના પોર્ટફોલિયો અપગ્રેડેશન માટે કરવા જઈ રહી છે એવું હીરો મોટોકોર્પોના સીઈઓ નિરંજન ગૃપ્તાએ જણાવ્યુ હતું. ર૦૧૮-૧૯માં દેશના સૌથી મોટા ટુ-વ્હિલર મેકર રૂ.૭૦૦ કરોડનો ભંડોળ ધરાવે છે. કંપની પ્રીમિયમ સેગ્મેન્ટમાં તેની સ્થિતિ મજબૂત કરવા જઈ રહી છે.

તાજેતરમાં કંપનીએ બે નવા સ્કુટર સ્થાનિકની સાથે આંતરાષ્ટ્રીય બજારમાં પણ લોન્ચ કર્યા છે. મેસ્ટ્રો એજ ૧રપ ફ્યૂઅલ ઈન્જેક્શન ટેકનોલોજીની સાથે રૂ.૬ર,૭૦૦ કિંમત રાખવામાં આવી છે. કંપનીએ દાવો કર્યો છે કે આ દેશની પ્રથમ ફ્યૂઅલ ઈન્જેક્શન ટેકનોલોજી ધરાવતુ સ્કુટર છે.

(8:51 pm IST)