મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

પાકિસ્તાનને હાથ જોડતા પીગળ્યુ IMFનું હૃદય : મળશે ૬ અબજ ડોલરની ખેરાત

ઇસ્લામાબાદ : ભયંકર આર્થિક સંકટ સામે લડી રહેલા પાકિસ્તાન માટે રાહતના મોટા સમાચાર આવ્યા છે. વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા વારંવાર કરવામાં આવેલી અપીલને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) એ સ્વીકાર કરી લીધી છે. પાકિસ્તાન અને આઇએમએફની વચ્ચે રવિવારે એક કરાર થયો, જેના અંતર્ગત આઇએમએફ ખરાબ અર્થતંત્રવાળા આ દેશને ત્રણ વર્ષોમાં ૬ અબજ ડોલરનું 'બેલઆઉટ પેકેજ' આપશે.

પાકિસ્તાની ન્યૂઝ એજન્સી 'ડોન ન્યૂઝ'એ નાણા, આવક અને આર્થિક બાબતો પર પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકાર ડો.અબ્દુલ હફિઝ શેખના અહેવાલથી તેમના એક સમાચારમાં જણાવ્યું હતું કે સ્ટાફ સ્તર પર થયેલા આ કરારને હજુ વોશિંગટનમાં આઇએમએફ બોર્ડ ઓફ ડાયરેકટર્સની ઔપચારિક મંજૂરી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી.

તમને જણાવી દઇએ કે, પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની વૃદ્ઘી દર ૨૦૧૮-૧૯થી લક્ષ્યથી લગભગ અળધી એટલે કે, ૩.૩ ટકા રહી છે જે ૬.૨ ટકાના લક્ષ્યથી આડધાથી થોડી ઉપર છે. વડાપ્રધાન ઇમરાન ખાન સરકારના કાર્યકાળ પહેલા વર્ષમાં દરેક પ્રમુખ ક્ષેત્રોમાં તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું. મીડિયાના સમાચારમાં શુક્રવારે આ જાણકારી આપી હતી.

આર્થિક વૃદ્ઘી દરના આંકડા એવા સમયે આવ્યા છે, જયારે પાકિસ્તાનની તહરીફ-એ-ઇન્સાફ સરકાર આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ) થી રાહત પેકેજ માટે વાતચીત કરી રહી છે જેનાથી દેશને આર્થિક સંકટથી બહાર કાઢી શકાય.

ડોનના સામાચાર અનુસાર યોજના, વિકાસ અને સુધારા સચિવ ઝફર હસનની આગેવાનીમાં રાષ્ટ્રીય લેખા સમિતિની સમીક્ષા બેઠકમાં ૨૦૧૮-૧૯ના આંકડા જાહેર કરવામાં આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને કૃષિ ક્ષેત્રમાં ૩.૮ ટકા, ઉદ્યોગમાં ૭.૩૬ ટકા અને સેવાઓમાં ૬.૫ ટકા વૃદ્ઘીની આશા હતી. જેનાથી તે ૬.૨ ટકાના લક્ષ્ય સુધી પહોંચી શકે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, લક્ષ્યની સરખામણીએ કૃષિ ક્ષેત્રે વૃદ્ઘિ દર માત્ર ૦.૮૫ ટકા રહ્યો. ઉદ્યાગ અને સેવા ક્ષેત્રમાં વૃદ્ઘિ દર ક્રમશઃ ૧.૪ ટકા અને ૪.૭ ટકા રહ્યો છે.

(3:49 pm IST)