મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

રાજધાનીની ટિકિટ ખરીદવા માટે ચુકવવા પડી રહ્યા છે ફલાઇટથી પણ વધારે પૈસા

ઉનાળાના વેકેશનમાં ટ્રેનની ટિકિટ ફલાઇટ ટિકિટ કરતા પણ વધુ ખર્ચાળ

નવી દિલ્હી તા. ૧૩ : ઉનાળાની રજાઓ ચાલી રહી છે, અનેક લોકો આ રજાઓમાં ફરવાનું આયોજન કરે છે. આનું કારણ એ છે કે જો આ ટિકિટો પહેલેથી જ બુક કરાશે નહીં, તો ટિકિટ ખરીદવી ખૂબ જ મુશ્કેલ અને ખર્ચાળ છે. મુસાફરોની સગવડ માટે રેલવે દરરોજ હજારો ટ્રેનો એકસ્ટ્રા આપે છે, પરંતુ આમ છતાં પણ મેના છેલ્લા અઠવાડિયામાં મુસાફરોની સંખ્યા વધી રહી છે. આ રીતે એરલાઇન ટિકિટ કરતા ટ્રેનની ટિકિટ વધુ ખર્ચાળ બની ગઈ છે. મુંબઇ-દિલ્હી રાજધાની એકસપ્રેસના એસી ફર્સ્ટ કલાસની ટિકિટો મુસાફરીના ત્રણ અઠવાડિયા પહેલા લીધી હોવા છતા પણ એર ટિકિટ જેટલી મોંઘી છે.

૨૮ મેની યાત્રા માટે સુવિધા એકસપ્રેસના ગોરખપુરથી મુંબઇની એક વ્યકિત સફરની કિંમત ૬,૬૧૦ રૂપિયા ખર્ચ થાય છે. તો તેને ફલાઇટ લીધી અને ચાર સભ્યોની ટિકિટ તેને રેલ ટિકિટથી ૧૦૦૦ રૂપિયા સસ્તી પડી. સાથે ૩૦ કલાક રેલ યાત્રાથી છુટકારો મળ્યો.

એર ઇન્ડિયાના ચેરમેન એવં એમડી અશ્વિની લોહાની કહે છે કે ફલાઇટનું ભાડુ રાજધાની એકસપ્રેસના એસી ફર્સ્ટ કલાસના ભાડાની આસપાસ હોય છે. તેમાં યાત્રીઓને સારી સુવિધા મળી રહી છે.

પશ્ચિમ રેલવેના સીપીઆર રવિન્દ્ર ભાકર અનુસાર, સુવિધા ટ્રેનોમાં ડાયનામિક લાગુ છે. બેઝ ફેર સાથે ઇન્સ્ટન્ટ ચાર્જિંગ જોડાઇ જાય છે. જો પ્રીમિયમ તરત જ લેવામાં આવે તો ભાડું ખૂબ વધે છે.

(3:47 pm IST)