મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

ઇડી ઓફિસ પહોંચ્યા ચંદા કોચર અને તેના પતિ

૧૮૭૫ કરોડ લોન મામલે પૂછપરછ શરૂ

 

નવી દિલ્હી તા. ૧૩ : ICICI બેંકની પૂર્વ CEO અને મેનેજિંગ ડાયરેકટર ચંદા કોચર અને તેના પતિ દિપક કોચરને ED (Enforcement Directorate)ની તરફથી સમન જાહેર કરવામાં આવ્યો હતો. સમન જાહેર થયા બાદ બંને આજે EDની દિલ્હી ઓફિસ પહોંચ્યા છે. જયાં તેમની વીડિયોકોનને લોન આપવા મામલે પૂછપરછ કરવામાં આવશે.

આ મામલો વીડિયોકોન ગ્રુપને ૧૮૭૫ કરોડ રૂપિયાની લોન આપવા સાથે જોડાયેલો છે. ICICIએ ૨૦૦૯-૨૦૧૧ની વચ્ચે કંપનીને આ લોન આપી હતી. ચંદા કોચર તે સમયે બેંકની પ્રમુખ હતી. ED આ મામલે તપાસ કરી રહ્યું છે કે આ લોન આપવામાં કોઇ પ્રકારનો ભ્રષ્ટાચાર તો થયો નથી. PMLA અંતર્ગત મામલે તપાસ થઇ રહી છે.

(3:48 pm IST)