મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

સાઉદી અરેબિયાના મક્કા - મદીનાથી પણ આકરા રોજા ભારતીય મુસ્લિમોના છે

મક્કા - મદીનામા તાપમાન ૩૬ ડીગ્રી તો ભારતમાં ૪૦ ડીગ્રી ઉપર : ભારતમાં સાઉદી કરતા રોજાનો ગાળો પણ વધુ : ત્યાં ૧૪.૩૦ કલાક તો અહિં ૧૫ કલાક

કાનપુર તા. ૧૩ : સાઉદી અરબના મક્કા મદીનાથી વધારે અઘરા રોજા ભારતીયોના હોય છે. દિવસનું ઉષ્ણાતામાન અને રોજાનો સમય આનું મુખ્ય કારણ છે. ભારતના ઘણા શહેરોમાં દિવસે ઉષ્ણાતામાન ૪૦ની ઉપર છે. જ્યારે મક્કા-મદીનામાં એ ૩૬ ડીગ્રી હોય છે. ઉપરાંત સાઉદી અરબમાં રોજાનો સમયગાળો સાડા ચૌદ કલાક જ્યારે ભારતમાં ૧૫ કલાકનો છે.

૭ મેએ રમજાન મહીનો શરૂ થયા પછીથી ઉષ્ણાતામાન ૪૦ થી ૪૫ની વચ્ચે જ રહે છે. દિલ્હી, રાયપુર, પટણા, કાનપુર, અમદાવાદમાં દિવસ દરમિયાન માથું ફાડી નાખે તેવો તડકો હોય છે.

દર વર્ષે રોજા ૧૦ દિવસ પાછળ જાય છે એટલે આવતા વર્ષે એપ્રિલના છેલ્લા સપ્તાહમાં રોજાની શરૂઆત થશે. આ પ્રકારે રોજા છેલ્લા ૧૫ વર્ષથી ઉનાળાની સીઝનમાં આવી રહ્યા છે તેથી રોજાનો સમયગાળો પણ વધી જાય છે. ઇથોપીયા, લીબીયા, સુદાન, ઓમાન, ઇરાક જેવા દેશોને ગરમ ગણવામાં આવે છે પણ અત્યારે ત્યાં પણ ઉષ્ણાતામાન ઓછું છે, જ્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ તેના કરતા વધારે ગરમ છે.

આ વર્ષે રોજાના સૌથી વધુ સમયગાળો રશિયામાં છે. અહીંયાના મુર્મસ્કમાં ૨૦ કલાક અને ૪૫ મીનીટનો રોજો હોય છે. જો કે અહીંયા ઉષ્ણાતામાન વધુમાં વધુ ૧૦ ડીગ્રીની આજુબાજુ છે. તેના લીધે રોજેદારોને રાહત મળે છે.(૨૧.૯)

તાપમાન

મક્કા       ૩૪ ડીગ્રી

મદીના     ૩૯   ,,

દિલ્હી      ૪૦.૩ ,,

દુબઇ      ૩૭   ,,

બગદાદ   ૩૬   ,,

પટણા     ૪૩   ,,

(11:41 am IST)