મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

આંતરજ્ઞાતિય અને આંતરધર્મ લગ્ન કરતા લોકોને ત્રસ્ત કરવામાં આવે નહીં

હાઇકોર્ટની લખનૌ ખંડપીઠે આપ્યો મહત્વનો આદેશ

લખનૌ તા. ૧૩ : હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે આદેશ આપ્યો કે આંતરજ્ઞાતિય વિવાહ કરતા જે વ્યસ્કમ ચ્ચે અને તેના વિરુદ્ઘ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. તો તેને પરેશાન કરવામાં આવે નહી. કોર્ટે આ મામલે ન્યાયમૂર્તિ અનિલ કુમાર તેમજ ન્યાયમૂર્તિ મનિષ માથુરની ખંડપીઠે આ આદેશ શિવાની સિંહે તેમજ અન્ય, મનીષ વિશ્વકર્મા તેમજ અન્ય શ્યામ મનોહર તેમજ અન્ય તથા અનુપા દેવી તેમજ વગેરેની અરજીઓ પર સુનાવણી કરીને આપ્યા. અરજીકર્તાઓનું કહેવું હતું કે તેઓએ સ્વેચ્છાએ લગ્ન કર્યા છે.

અરજીકર્તાઓએ તેમના વિવાહના પ્રમાણપત્ર દાખલ કરીને કોર્ટને જણાવ્યું કે તેના વિરૂદ્ઘ કોઈ કેસ પણ નોંધાયો નથી. અરજીકર્તાઓએ તેમની સુરક્ષાની માંગ કરીને ખુદને પરેશાન કરવાના તેમજ સતામણી કાર્યવાહીની શંકા વ્યકત કરી હતી. અરજીકર્તાઓના અધિવકતાઓએ આ અંગે સર્વોચ્ચ ન્યાયાલયની નજીર પણ રજૂ કરી. તેમાં સુપ્રીમકોર્ટે દેશના દરેક જિલ્લાના પોલીસ તેમજ પ્રશાસનિક અધિકરીઓને આદેશ આપ્યા હતા કે જો વયસ્ક યુવતી તેમજ યુવતિ તેમજ યુવક સ્વેચ્છાએથી આંતરજ્ઞાતિય તેમજ આંતરધાર્મિક વિવાહ કરે છે તો એવા યુગલને પ્રતાડિત કરતા તત્વો વિરૂદ્ઘ પોલીસ કાર્યવાહી કરે.

આ તત્વો વિરુદ્ઘ કડક કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ઘટનાઓની પુનરાવૃત્ત્િ। ના હોય. અરજીકર્તા તરફથી સંવિધાન આર્ટિકલ ૨૧ હેઠળ સુરક્ષાની માંગ કરવામાં આવી. તેના પર હાઇકોર્ટે આદેશ આપ્યા છે કે આવા મામલામાં વિરોધી પક્ષ વિવાહિત યુગલની જીવનચર્યા તેમજ સ્વતંત્રતામાં કોઈ પ્રકારની દખલગિરી કરે નહી.

(11:35 am IST)