મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ ભાજપને જનતાના રડારથી બચાવી નહીં શકે ;અખિલેશનો ટોણો

ભાજપનો પાયો જૂઠ અને નફરત પર આધારિત છે અને ગઠબંધન તેને હલાવી દેશે

નવી દિલ્હી :સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ  ફરીથી ભાજપ પર કટાક્ષ કર્યો છે. અખિલેશે પૂર્વાંચલનો આભાર વ્યક્ત કરે ટ્વીટ કર્યુ છે કે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને જનતાના રડારથી બચાવી નથી શકતી, પૂર્વાંચલ આભાર.

  અખિલેશ યાદવે દાવો કર્યો કે ભાજપનું જવાનું નક્કી છે, પોતાના ટ્વીટ પહેલા મિર્ઝાપુરની એક જનસભામાં પણ અખિલેશ યાદવે મોદી અને યોગી સરકાર પર હુમલો કર્યો હતો, તેમણે કહ્યુ તેમની સરકાર અહંકારથી ભરાઈ ગઈ છે અને આ વાત જનતા સમજી ચૂકી છે.

   આ પહેલા અખિલેશ યાદવે ટાઈમ મેગેઝીનવાળા મુદ્દા પર પણ કહ્યુ હતુ કે દુનિયા પણ હવે એ કહેવા લાગી છે કે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી લોકતંત્ર માટે કહેવા લાગી છે. ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરી યાદવે ટાઈમ મેગેઝીનની કવર સ્ટોરીનો ઉલ્લેખ કરીને કહ્યુ, 'આજે દુનિયાને એ કહેવુ શરૂ કરી દીધુ છે કે ભાજપ લોકતંત્ર માટે ખતરનાક છે, દુનિયાની સૌથી મોટી મેગેઝીને લખ્યુ છે કે આ એ જ લોકો છે જેમણે સમાજને વિભાજિત કર્યો છે, ભાજપના લોકો અચ્છે દિન વિશે વાત કરી રહ્યા હતા. ભાજપનો પાયો જૂઠ અને નફરત પર આધારિત છે અને ગઠબંધન તેને હલાવી દેશે.'

(11:28 am IST)