મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતના યુદ્ધ વિમાનો પાસે વરસાદ અને વાદળમાં છૂપાવવાની સ્ટ્રેટજી : ભાજપે ટ્વીટ ડિલીટ કર્યું

ઇન્ટરવ્યૂમાં કહ્યું મેં સલાહ આપી હતી કે વાદળ અન વરસાદને કારણે ભારતીય વાયુસેનાના વિમાન પાકિસ્તાની રડારથી બચી શકે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ હાલમાં જ એક ઇન્ટવ્યુમાં જણાવ્યું હતું કે બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન તેમણે સલાહ આપી હતી કે વાદળ અન વરસાદને કારણે ભારતીય વાયુસેનાના વિમાન પાકિસ્તાની રડારથી બચી શકે છે.

   શનિવારે એક ટીવી ચેનલના ઇન્ટવ્યુમાં વડાપ્રધાન મોદીએ બાલકોટ એર સ્ટ્રાઇક અંગે જણાવ્યું હતું કે, અમારી સામે એક સમસ્યા હતી કે તે સમયે હવામાન ખરાબ હતું. આ વાત હું પ્રથમ વખત જણાવી રહ્યો છું. ત્યારે કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું કે ડેટ બદલી નાંખીએ તો? મેં વિચાર્યું તે આ હવામાનમાં અમે રડારથી બચી શકીએ છીએ. મેં કહ્યુ કે આકાશમાં વાદળ છે અને વરસાદ વરસી રહ્યો છે. આ અમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

  વડાપ્રધાન મોદીના ઇન્ટરવ્યુના ભાગને ભાજપના ઓફિશ્યિલ ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. પરંતુ બાદમાં ભાજપે વીડિયોને ડિલીટ કરી દીધો હતો. ત્યાંજ કોંગ્રેસ વડાપ્રધાન મોદીના આ નિવેદન પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જુમલા ફેંકતા રહા, પાંચ સાલકી સરકાર મેં. સોચા થા ક્લાઉડી મૌસમ હેં. નહીં આઉંગા રડાર મેં.

(12:00 am IST)