મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું : મહારાષ્ટ્રમાં ઓક્સિજનની ભારે અછત : કેન્દ્ર સરકાર હવાઈમાર્ગે ઓક્સીઝન મોકલે

અન્ય રાજ્યોમાંથી પણ ઓક્સિજન મંગાવવાની છૂટ આપો : વાયુસેનાનો ઉપયોગ કરવા અપીલ કરી

મુંબઈ : સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત છે.અમે કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સિજનની માંગ કરી છે. અમે બાકીના રાજ્યોમાંથી પણ ઓક્સિજનની માંગ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં માર્ગ કનેક્ટિવિટી તેમજ હવાઈ માર્ગે પૂરા પાડવા માટે સક્ષમ છે.

રાજ્યમાં પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. કોરોના વાઈરસ નિયંત્રણ બહાર થઈ ગયો છે. કોરોના માટે કરવામાં આવેલી તમામ વ્યવસ્થા ખૂબ જ ઓછી પડી રહી છે. પરિસ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. મહારાષ્ટ્રમાં હોસ્પિટલો પર જબરજસ્ત દબાણ સર્જાયું છે. રાજ્યમાં ઓક્સિજનની ભારે અછત પ્રવર્તિ રહી છે. અમને અન્ય રાજ્યોમાંથી પણ ઓક્સિજન મંગાવવાની છૂટ આપવામાં આવે. કેન્દ્ર સરકાર માર્ગોની સાથે હવાઈ માર્ગો મહારાષ્ટ્રમાં ઓક્સિજન મોકલવામાં આવે. આ માટે વાયુસેનાનો ઉપયોગ કરવા અપીલ કરી. છે વેક્સિનેશનની પ્રક્રિયા વધારે ઝડપી કરવામાં આવે. તેનાથી કોરોનાની લહેરને નબળી પાડી શકાશે.

(10:13 pm IST)