મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની મોટી જાહેરાત : મહારાષ્ટ્રમાં કાલથી રાત્રે 8 વાગ્યાથી 144 લાગુ, 15 દિવસ સુધી સંચારબંધી જાહેર

આવશ્યક પરિવહન પ્રદાતાઓ માટે જાહેર પરિવહન ખુલ્લું રહેશે : ખાદ્ય ઉદ્યોગ માટે હોમ ડિલિવરી અને ટેકઅવેની મંજૂરી: કાલે રાત્રે 8 વાગ્યાથી સખ્ત પ્રતિબંધો લાગુ: ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે: કડક કર્ફ્યૂ-નિયંત્રણો દરમિયાન લોકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહીં નીકળવા અપીલ

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ પાડવાની જાહેરાત કરી દીધી છે. સીએમ ઠાકરેએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં મોતનો આંકડો ઘણો વધારે છે. રાજ્ય પર ઘણું દબાણ આવ્યું છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં બેડ વધારે છે તેમ છતા પણ રાજ્યમાં કોરોના કન્ટ્રોલમાં આવતો નથી

કોરોનાને રોકવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે સખ્ત દિશા-નિર્દેશો જાહેર કર્યા છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં કાલે રાત્રે 8 વાગ્યાથી સખ્ત પ્રતિબંધો લાગુ થશે. આવતીકાલથી ‘બ્રેક ધ ચેઇન’ અભિયાન શરૂ થશે આવશ્યક પરિવહન પ્રદાતાઓ માટે જાહેર પરિવહન ખુલ્લું રહેશેખાદ્ય ઉદ્યોગ માટે હોમ ડિલિવરી અને ટેકઅવેની મંજૂરી આપી છે

રાજ્યભરમાં આવતીકાલે 14 એપ્રિલે રાતે 8 વાગ્યાથી પંદર દિવસ સુધી સંપૂર્ણ સંચારબંધી (કર્ફ્યૂ) લાગુ કરવાની રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે જાહેરાત કરી છે. આ પંદર દિવસના કર્ફ્યૂ દરમિયાન માત્ર પાણીપુરવઠા, સફાઈકામ સહિતની આવશ્યક સેવાઓને બાદ કરતાં બાકીની તમામ સેવાઓને સવારે 7 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આવતીકાલથી પંદર દિવસ માટે 144મી કલમ લાગુ કરવામાં આવશે. ફેસબુક લાઈવ માધ્યમ દ્વારા રાજ્યની જનતાને સંબોધિત કરતાં ઠાકરેએ કહ્યું કે હું આને સંપૂર્ણ લોકડાઉન શબ્દો આપતો નથી, પરંતુ જનતાને અપીલ છે કે તેઓ કડક કર્ફ્યૂ-નિયંત્રણો દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળે નહીં.

ઠાકરેએ કહ્યું કે, આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા 'બ્રેક ધ ચેન' ઝુંબેશ શરૂ કરવામાં આવશે. સંચારબંધી દરમિયાન લોકલ ટ્રેન, સિટી બસ-સેવા જેવી પરિવહન સેવાઓને માત્ર આવશ્યક સેવાઓ પૂરતી જ ચાલુ રાખવામાં આવશે.

(9:16 pm IST)