મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

દીદીનાં ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણાઃ પેઈન્ટિંગ્સ બનાવે છે

ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન બદલ પ્રચાર પર રોક : ભાજપ માટે ચૂંટણી પંચ ધૃતરાષ્ટ્ર બની ગયુ, ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહીના અધિકારોનો ભંગ છે : મમતા બેનર્જી

કોલકત્તા, તા. ૧૩ : ચૂંટણી સભામાં વિવાદિત નિવેદન આપવા બદલ બંગાળના સીએમ મમતા બેનરજીના પ્રચાર કરવા પર ચૂંટણી પંચે ૨૪ કલાકનો પ્રતિબંધ મુક્યો છે ત્યારે તેના વિરોધમાં મમતા બેનરજી ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણા પર બેઠા છે. મમતા બેનરજીએ ધરણાને સત્યાગ્રહ ગણાવ્યો છે. તેઓ એકલા જ અહીંયા વ્હીલચેર પર ધરણા કરવા બેઠા છે. તેમની સાથે ટીએમસીનો એક પણ નેતા નથી. ધરણા દરમિયાન મમતા બેનરજી પેન્ટિંગ બનાવતા નજરે પડતા હતા. આ પણ ચૂંટણી પંચ સામે વિરોધ દર્શાવવાનો તેમનો એક પ્રકાર હતો. આમ તો મમતા બેનરજી ૧૨ વાગ્યાથી ધરણા પર બેસવાના હતા પણ તેના અડધો કલાક પહેલા સ્થળ પર પહોંચી ગયા હતા. તેમની પરનો પ્રતિબંધ આજે રાતે આટ વાગ્યે સમાપ્ત થયા બાદ મમતા બેનરજી બે ચૂંટણી સભાને સંબોધન કરવાના છે. ચૂંટણી પંચે આપેલા નિર્દેશ પ્રમાણે પાંચમા તબક્કાના મતદાન માટે પ્રચાર પણ ૪૮ કલાકની જગ્યાએ ૭૨ કલાક પહેલા બંધ કરવામાં આવશે. ચૂંટણી પંચે મુકેલા પ્રતિબંધને લઈને ટીએમસી લાલચોળ છે અને કહ્યુ છે કે, ભાજપ માટે ચૂંટણી પંચ ધૃતરાષ્ટ્ર બની ગયુ છે. ચૂંટણી પંચનો નિર્ણય લોકશાહીના અધિકારોનો ભંગ છે.

(7:31 pm IST)