મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

રશિયાની સ્પુતનિક-વી રસીના અન્ય રસીની જેમ ૨૧ દિવસના અંતરે બે ડોઝ અપાશે

નવી દિલ્હીઃ ભારતના નાગરિકો માટે ગઈકાલે ભારતીય ઔષધિ મહાનિયંત્રણ ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયાના નિષ્ણાંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ઔષધિ મહાનિયંત્રણ ડીસીએજીના નિષ્ણાંતોએ રશિયાની કોરોના વિરોધી રસી સ્પુતનિક-વીનો ભારતમાં ઇમર્જન્સી ઉપયોગ કરવાની અનુમતી આપી દીધી હતી.

ત્યારે આજે જાહેર કરવામાં આવ્યું છે કે, સ્પુતનિક-વી રસી ૧૮ વર્ષથી ઉપરના લોકોને આપવામાં આવશે અને અન્ય રસીની જેમ સ્પુતનિક-વી રસીના પણ બે ડોઝ આપવામાં આવશે. આ બે ડોઝ વચ્ચે ૨૧ દિવસનું અંતર રાખવામાં આવશે.ભારતમાં કોવિડ મહામારીનો સામે રક્ષણ આપતી આ ત્રીજી વેકિસનને મંજૂરી મળી છે.

હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડી લેબમાં આ સ્પુતનિક-વી વેકિસનનું કલીનીકલ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડો. રેડ્ડી લેબ દ્વારા સ્પુતનિક-વી વેકિસન અસરકારક હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ભારતની આ ડો. રેડ્ડી લેબએ રુસી પ્રત્યેક્ષ નિરવેશ કોષ આરડીઆઇએફ સાથે સમજૂતી કરી છે, જેથી ભારતને આ વેકિસન મળી શકે.

(3:44 pm IST)