મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

આખા દેશમાં લાગુ કરાઇ વ્યવસ્થા

ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણયઃ ઉપજના પૈસા સીધા બેંક ખાતામાં થશે જમા

નવી દિલ્હી,તા.૧૩: ખેડૂતોના આંદોલન વચ્ચે સરકારે તેમના હિતમાં મોટો નિર્ણય કર્યો છે. આ અંગે માહિતી આપતા કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલે ટવીટ દ્વારા જણાવ્યુ કે પંજાબમાં ખેડૂતોને ઉપજના પૈસા સીધા તેમના બેંક ખાતામાં જમા થતા જ આખા દેશમાં આ વ્યવસ્થા લાગુ થઇ ગઇ છે. હવે દેશભરના ખેડૂતો ઉપજનો એમએસપી પર વેચ્યા પછી તેના નાણા સીધા પોતાના ખાતામાં મેળવી શકશે. આઝાદી પછી ખેડૂતોના હિત માટે લાવવામાં આવેલ આ એક મોટુ પરિવર્તન છે. ખેડૂતોના હિત માટે વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલ આ પગલાથી નાના અને સીમાંત ખેડૂતોને ફાયદો થશે.

તેમણે કહ્યુ કે પંજાબમાં હવે ખેડૂતોને એમએસપી પર વેચેલ તેમની ઉપજના પૈસા સીધા તેમના બેંક ખાતાઓમાં આપવામાં આવશે. આનો લાભ એ ખેડૂતોને પણ મળશે. જે ભાડાની જમીન પર ખેતી કરે છે. સિસ્ટમમાં પારદર્શકતા આવવાથી તેઓ કોઇના બહેકાવામાં નહીં આવે અને આ ખેડૂતોને ઉપજના પુરા પૈસા પણ મળશે. પંજાબમાં ખેડૂતોને ઉપજના પૈસા સીધા તેમના બેંક એકાઉન્ટમાં મળવાની સાથે જ આ વ્યવસ્થા આખા દેશમાં લાગુ થઇ ગઇ છે.

(10:22 am IST)