મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

સરકાર પાંચ દિવસનું 'સેલ્ફ લોકડાઉન' જાહેર કરે

નિષ્ણાતોએ આપી સલાહઃ કોરોના હજુ બેફામ બનશેઃ રોજના ૨.૫ લાખ કેસ થશે

નવી દિલ્હી, તા.૧૩: દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું છે. કોરોનાની બીજી લહેરના આંક રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૧.૬૮ લાખ નવા કેસ આવ્યા છે અને સાથે ૯૦૪ લોકોના મોત થયા છે. કોરોના સંક્રમણની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા વધી રહી છે. બીજી લહેરની સાથે લોકોના સ્વાસ્થ્યનું જોખમ પણ વધ્યું છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે સંક્રમણનો દર હજુ પણ વધશે અને રોજનું સંક્રમણનો આંક ૨.૫ લાખને પાર જઈ શકે છે. તેઓનું માનવું છે કે જો સરકાર ઈચ્છે તો ૫ દિવસનું સેલ્ફ લોકડાઉન લાગૂ કરી શકે છે.

 એકસપર્ટ્સનું માનવું છે કે સરકાર જો ફ્કત ૫ દિવસનું સેલ્ફ લોકડાઉન જાહેર કરે છે તો તેમાં હેરાન થવાની જરૂર નથી. સેલ્ફ લોકડાઉનનો અર્થ છે કે લોકો જેમને લાગે છે કે તેઓ કોરોના સંક્રમિત છે અને મહામારીથી સંક્રમિત નથી તેઓ ૫ દિવસ સુધી દ્યરમાં પોતાને આઈસોલેટ કરે. તેનાથી સંક્રમણને રોકવામાં મદદ મળશે. કોરોનાનો નવો સ્ટ્રેન ૭૦ ટકા ઝડપથી સંક્રમણને ફેલાવી રહ્યો છે આ સમયે સેલ્ફ લોકડાઉન એક ખાસ વિકલ્પ છે.

તેઓએ કહ્યું કે દેશમાં આજે ૧.૬૮ લાખ કેસ આવ્યા છે. આ આંકડો હજુ પણ વધી શકે છે અને કયાં સુધી જશે તેને અંગે કંઈ કહી શકાય તેમ નથી. આશા છે કે આવનારા ૧૦ દિવસમાં સંક્રમણના કેસ ૨.૫ લાખથી વધારે થાય. સરકારના હાથમાં કંઈ નથી પણ કુલ મળીને સંક્રમણ પર કાબૂ મેળવવાની જરૂર છે અને તેને માટે સેલ્ફ લોકડાઉન જરૂરી છે. 

એક એકસપર્ટનું કહેવું છે કે આ લહેરમાં કોરોના યુવાઓને પણ ઝપેટમાં લઈ રહ્યો છે. તેનું એક કારણ એ છે કે કોરોનાના પ્રોટોકોલનું પાલન થઈ રહ્યું નથી. તેઓએ પોતે બીમારીથી બચવાની જરૂર છે. આ બીમારી ગંભીર છે અને તેને માટે ગંભીરતા દેખાડવાની જરૂર છે. મહારાષ્ટ્ર સરકાર પોતાને ત્યાં આ લોકડાઉન લગાવવાનું વિચારી રહી છે. સૂત્રોનું કહેવું છે કે ગુડી પડવા બાદ રાજયમાં લોકડાઉન આવી શકે છે.

(10:21 am IST)