મુખ્ય સમાચાર
News of Tuesday, 13th April 2021

૬ દિવસમાં ૨ ગણાથી પણ વધારે કોરોનાના દર્દી આવ્યાઃ રિકવરી દર ઘટયોઃ ૧૨ દિવસમાં ૧૨ લાખથી વધુ કેસ

ગત ૧૨ દિવસોમાં ૧૨ લાખથી વધારે કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે : ૧૨ દિવસોમાં ૧૨ લાખથી વધારે કોરોના સંક્રમિત : ૬ દિવસોમાં આ બે ગણાથી વધારે થયો : આ મહિનાના અંત સુધીમાં આંકડા ૨૫ લાખથી વધારે થઈ શકે : ૧૨ દિવસોમાં ૧૨ લાખથી વધારે કોરોના સંક્રમિત

નવી દિલ્હી, તા.૧૩: કોરોના રોજ એટલી સ્પીડમાં વધી રહ્યો છે કે ગત ૬ દિવસોમાં આ બે ગણાથી વધારે થવા લાગ્યો છે. સ્થિત એવી છે કે ગત ૧૨ દિવસોમાં ૧૨ લાખની વધારે કોરોના સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. ત્યારે ૧૮૨ દિવસ બાદ દેશમાં મોતનો આંકડો ૯૦૦થી વધારે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર ગત એક દિવસમાં ૧, ૬૮, ૯૧૨ સંક્રમિત દર્દીઓ સામે આવ્યા હતા. ૯૦૪ લોકોના મોત થયા હતા. આ ઉપરાંત ૭૫૦૮૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. આંકડા પર ધ્યાન કરીએ તો છ એપ્રિલ બાદ દર રોજ દેશમાં ૧ લાખથી વધારે કેસ આવી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં ૪, ૭૯, ૪૦૯ કેસ સામે આવ્યા હતા. જયારે ફેબ્રુઆરીમાં ૩, ૫૦, ૫૪૮ અને માર્ચમાં ૧૦, ૨૫, ૮૬૩ લોકો કોરોના સંક્રમિત થયા હતા. પરંત એકથી ૧૨ એપ્રિલની વચ્ચે દેશમાં ૧૨, ૦૯, ૪૭૦ મામલા આવી ચૂકયા છે.

વિશેષજ્ઞોએ આશંકા વ્યકત કરી છે કે આ મહિનાના અંત સુધીમાં આંકડા ૨૫ લાખથી વધારે થઈ શકે છે જે અત્યાર સુધીના વિશ્વ સ્તર પર એક રેકોર્ડ છે ત્યારે મોતના આંકડાને લઈને વાત કરીએ તો ગત વર્ષ ૧૨ ઓકટોબરે બાદ પહેલી વાર ૯૦૦થી વધારે દર્દીઓના એક દિવસમાં મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર દેશમાં રિકવરી રેટ સતત ઘટી રહ્યો છે. જયારે ચિકિત્સીય રીતે ગંભીર સ્થિતી તરફ ઈશારો કરી રહ્યો છે. દેશમાં હજું રિકવરી દર ૮૯.૮૬ ટકા સુધી આવી ચૂકયો છે. ત્યારે સક્રિય દર વધીને ૮.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે.  દેશમાં પહેલીવાર ૧૨, ૦૧, ૦૦૯ એકટીવ કેસ છે ઉલ્લેખનીય છે કે ગત એક દિવસમાં ૯૨,૯૨૨ સક્રિય કેસ વધ્યા છે.  જે ભારતમાં કોરોનાના ઈતિહાસમાં પહેલીવાર હતા.

સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે મહારાષ્ટ્ર, ઉત્ત્।ર પ્રદેશ, દિલ્હી , છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં સૌથી વધારે કોરોનાના મામલા મળ્યા છે. મહારાષ્ટ્રમાં પહેલી વાર સંખ્યા ૬૩ હજારને પાર પહોંચી છે. અહી ૬૩ ૨, ૯૪ સંક્રમિત મળ્યા, રાજયોમાં ૩૪૯ મોત થયા. દેશમાં અત્યાર સુધી ૧ કરોડ ૩૫ લાખ ૨૭ હજાર ૭૧૭ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂકયા છે. આમાં ૧ કરોડ ૨૧ લાખ ૫૬ હજાર ૫૨૯ લોકો સાજા થઈ ચૂકયા છે. ૧ લાખ ૭૦ હજાર ૧૭૯ દર્દીઓના મોત થયા છે. આઈસીએમઆરના મુજબ રવિવારે ૧૧૮૦, ૧૩૬ નમૂનાનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો. અત્યાર સુધી ૨૫.૭૮ કરોડથી વધારે ટેસ્ટ થઈ ચૂકયા છે.

(10:21 am IST)