દેશમાં કોરોનાનો કહેર યથાવત : છેલ્લાં 24 કલાકમાં 1.60 લાખથી વધુ નવા કેસ ,એક્ટિવ કેસ 12,59 લાખને પાર :વધુ 880 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 1.71 લાખથી વધુ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 51,751 નવા કેસ, :ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ, દિલ્હીમાં 11,491 કેસ, કર્ણાટકમાં 9579 કેસ,, ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા
નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1.60 લાખથી વધુ નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે
એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 880 લોકોના મોત નિપજ્યા છે આ સાથે એક્ટિવ સંખ્યા પણ 12,59 લાખને પાર પહોંચી છે એક જ દિવસમાં 1.60,694 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 1.36,86,073 થઇ છે છેલ્લા 24 કલાકમાં 96,727 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે આ સાથે 1.22,50,440 લોકોએ કોરોનાને મહાત આપી છે
મહારાષ્ટ્ર માં સૌથી વધુ 51,751 નવા કેસ નોંધાયા છે જયારે :ઉત્તર પ્રદેશમાં 13,604 કેસ, છત્તીસગઢમાં 13,576 કેસ , દિલ્હીમાં 11,491 કેસ અને કર્ણાટકમાં 9579 કેસ નોંધાયા છે જયારે ગુજરાત અને મધ્યપ્રદેશમાં 6 હજારથી વધુ કેસ નોંધાયા છે