મુખ્ય સમાચાર
News of Monday, 12th April 2021

કર્ણાટકમાં લોકડાઉન લાદવા સરકાર સજ્જ :લોકો સહકાર નહિ આપે અને નિયમોનું પાલન નહિ કરે તો કડક પગલાં

સીએમ યેદિયુરપ્પાએ કહ્યું - હું ઈચ્છું છં કે લોકો સહયોગ કરે, પરંતુ જરુર પડશે તો અમે લોકડાઉન પણ લગાડીશું.

કર્ણાટકમાં કોરોનાના કેસો વધી રહ્યાં હોવાથી મુખ્યમંત્રીએ આવું જણાવ્યું છે. તેમણે કહ્યું કે જો લોકોએ સહકાર ન આપ્યો અને નિયમોનું પાલન ન કર્યું તો કડક પગલાં ભરવામાં આવશે. રાજ્યના બિદર જિલ્લામાં પ્રચાર દરમિયાન સીએમ યેદિયુરપ્પાએ પત્રકારોને જણાાવ્યું કે લોકોએ તેમની ભલાઈ માટે સહયોગ આપવો પડશે અને જો લોકો આવું નહીં કરે તો અમે કડક પગલાં ભરીશું. હું ઈચ્છું છં કે લોકો સહયોગ કરે, પરંતુ જરુર પડશે તો અમે લોકડાઉન પણ લગાડીશું. તેમણે કહ્યું કે લોકોએ માસ્ક પહેરવુ જોઈએ, હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ તથા સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોનં પાલન પણ કરવુ જોઈએ. મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે જિલ્લામાં કેસો વધી રહ્યાં છે ત્યાં જ નાઈટ કર્ફ્યુ લગાડવામાં આવ્યો છે. કર્ણાટકના એજ્યુકેશન મિનિસ્ટર ડો. કે.સુધાકરે જણાવ્યું કે ટેકનિકલ એડવાઈઝરી કમિટીએ બે મહિના સુધી આકલન કર્યું છે અને જરુરી પગલા ભરવાની સલાહ આપી છે. છેલ્લા એક વર્ષમાં થયેલા અનુભવથી અમને બીજી લહેરને નાથવામાં મદદ મળશે. સરકાર જાણે છે કે આર્થિક સુસ્તીને કારણે લોકોને તકલીફ પડી રહી છે. લોકડાઉન પર પણ વિચાર કરાઈ રહ્યો છે. રાજ્યમાં પ્રાઈવેટ હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવ્યાં છે.

(12:08 am IST)