મુખ્ય સમાચાર
News of Saturday, 13th April 2019

SBI બરોડા બેંકે મિનિમમ બેલેન્સ રાખવાના નિયમો બદલાવ્યાઃ આકરો નિર્ણય

SBI ના કલાસિક ડેબિટ કાર્ડ ધારક હવેથી ATM માંથી રોજના ર૦,૦૦૦ ઉપાડી શકશેઃ ગ્લોબલ ઇન્ટરનેશન ડેબિટ કાર્ડ ધારક રોજના ૪૦,૦૦૦ ઉપાડી શકશે બેંક ૪ પ્રકારના કાર્ડ જારી કરે છે

મુંબઇઃ દેશની બે મોટી બેંકોએ પોતાના બચત ખાતેદારો માટે મિનિમમ બેલેન્સના નિયમોમાં ફેરફાર કર્યો છેઃ SBI ના કહેવા મૂજબ મેટ્રો કે મોટા શહેરોમાં રહેતા ખાતેદારોએ દર મહિને ઓછામાં ઓછા ૩૦૦૦ રૂ. ખાતામાં રાખવા પડશેઃ નાના શહેરોના ખાતેદારોએ ર૦૦૦ તથા ગ્રામિણોએ ૧૦૦૦ રાખવા પડશેઃ જો મિનિમમ બેલેન્સ નહિ જળવાય તો ૧૦ થી ૧પ રૂપિયા (જીએસટી અલગ) કપાશે નાના શહેરોમાં ૭.પ૦ થી ૧ર રૂપિયા અને ગ્રામિણોને ૧૦નો દંડ થશે. બરોડા બેંકે મેટ્રો શહેરોમાં ર૦૦૦ તથા નાના શહેરો માટે ૧૦૦૦ રાખવાનો નિયમ અમલી બનાવ્યો.

(3:37 pm IST)