મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

યુ.એસ.માં ''સિલીકોન વેલી વિઝનરી એવોર્ડ ૨૦૧૮'' માટે શ્રી વિવેક વઢાવાની પસંદગીઃ ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે

સિલીકોન વેલીઃ યુ.એસ.માં સિલીકોન વેલ્લી ફોરમના ૨૦૧૮ની સાલના વિઝનરી એવોર્ડ માટે પસંદ થયેલા ૪ લોકોમાં ઇન્ડિયન અમેરિકન ઓધર, એન્ટ્રીપ્રિનીયોર, તથા કાર્નેગી મેલ્લોન ફેલો શ્રી વિવેક વઢાવાનો સમાવેશ થયો છે.

ટેકનોલોજી, એજ્યુકેશન, વેન્ચર કેપિટલ તથા એન્ટ્રીપ્રિનીયરશીપ ક્ષેત્રે દર વર્ષે અપાતા આ એવોર્ડ પૈકી એન્ટ્રીપ્રિનીયરશીપ ક્ષેત્રે શ્રી વઢાવાની પસંદગી થઇ છે.

એવોર્ડ વિજેતાઓને ૧૭મે ૨૦૧૮ના રોજ એવોર્ડ આપી સન્માનિત કરાશે.

 

(10:37 pm IST)