મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

નક્સલી સ્થિતિનો લાભ લઇને વારંવાર હુમલા કરે છે : રિપોર્ટ

બિહાર, છત્તીસગઢ, ઓરિસ્સામાં નક્સલી સક્રિય : છેલ્લા ઘણા વર્ષથી નક્સલીઓની સામે ઓપરેશન જારી હોવા છતાંય હજુ હુમલા :રાજનાથસિંહ ચિંતાતુર દેખાયા

સુકમા, તા. ૧૩ : કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ સહિત સમગ્ર સરકાર નક્સલીઓના હુમલાથી હચમચી ઉઠી છે. રાજનાથસિંહે નક્સલી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવાર પ્રત્યે શોકસંવેદના વ્યક્ત કરી છે. સાથે સાથે હુમલામાં ઘાયલ થયેલા જવાનોને તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપી છે. રાજનાથસિંહે કહ્યું છે કે, તેઓએ સીઆરપીએફના ડીજી સાથે વાત કરી છે. તેમને છત્તીસગઢ જવા માટે સૂચના પણ આપવમાં આવી છે. નક્સલવાદીઓ દેશના અનેક રાજ્યોમાં હજુ પણ સક્રિય રહ્યા છે જેમાં બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોમાં નક્સલવાદીઓ સામે છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવા છતાં વારંવાર પરિસ્થિતિનો લાભ ઉઠાવીને નક્સલવાદીઓ હુમલા કરવામાં સફળ સાબિત થાય છે. નક્સલવાદીઓના મોટા ગઢ તરીકે સુકમાને ગણવામાં આવે છે. સુકમામાં વિતેલા વર્ષો પણમાં પણ કેટલાક હુમલા થઇ ચુક્યા છે. ગયા વર્ષે ૨૫મી એપ્રિલના દિવસે પણ નક્સલીઓએ આવો જ એક હુમલો કર્યો હતો જેમાં ૨૫ જવાન શહીદ થયા હતા. સીઆરપીએફના જવાનો નક્સલ વિરોધી ઓપરેશનમાં લાગેલા છે અને તેમના દ્વારા જ નક્સલવાદીઓ ઉપર અંકુશ મુકવાના પ્રયાસ થઇ રહ્યા છે. આવા સમયમાં નક્સલીઓના નિશાના પર સીઆરપીએફના જવાનો રહ્યા છે. ૨૫મી મે ૨૦૧૩ના દિવસે જ પણ સુકમામાં જ ૧૦૦૦ નક્સલીઓની ટોળકીએ કોંગ્રેસની પરિવર્તન યાત્રા ઉપર હુમલો કરી દીધો હતો જેમાં કોંગ્રેસના નેતા વિદ્યાચરણ શુક્લા, મહેન્દ્રકુમાર કર્મા, નંદકુમાર પટેલ સહિત ૨૫ લોકોના મોત થયા હતા.

(8:12 pm IST)