મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

પીએફની રકમ જાણવા હવે માત્ર એક મિસ્ડ કોલ જરૂરી

મુંબઇઃ પ્રોવિડન્ડ ફંડની રકમ બાબતે કર્મચારીઓ હંમેશા ધક્કા ખાવા પડે છે. ત્યારે પીફની આ રકમની બેલેન્સ જાણવી હવે અત્યંત સરળ થઇ ગઇ છે. કર્મચારી તેના રજીસ્ટર મોબાઇલ નંબર પરથી પીફ કચેરીમાં માત્ર ક મિસ્ડ કોલ કરશે તો તુર્ત જ તેને પીફની રકમ સહિતની માહિતી સથી મળી જશે.

રજિસ્ટ્રેડ નંબર પરથી 011-22901406 પર મિસ્ડ કૉલ કરવાથી તમને આ ઈન્ફર્મેશન મળી શકે છે. આ સર્વિસનો લાભ લેવા માટે યૂનિફાઈડ પોર્ટલનું UAN સક્રિય હોવું જરૂરી છે. ઉપર આપવામાં આવેલા નંબર પર મિસ્ડ કોલ કરવાથી બે રિંગ વાગ્યા પછી ફોન જાતે જ કટ થઈ જશે. આ સર્વિસ ફ્રીમાં ઉપલબ્ધ છે. 

જો સભ્યનું UAN કોઈ પણ એક બેન્ક અકાઉન્ટ, આધાર અથવા પાન કાર્ડ સાથે લિંક થયેલું છે તો તેને PPFને લગતી માહિતી પણ મળી શકે છે. આ માટે તમે ઉમંગ એપનો પણ ઉપયોગ કરી શકો છો.

SMSથી મેળવો ડીટેલ્સ:

UAN સક્રિય સભ્ય પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર SMS મોકલીને EPFO પાસે ઉપલબ્ધ બચતની જાણકારી મેળવી શકે છે. આ માટે તમારે EPFOHO UAN લખીને 7738299899 પર SMS મોકલવાનો રહેશે.

આ સુવિધા 10 ભાષાઓ અંગ્રેજી, હિન્દી, પંજાબી, ગુજરાતી, મરાઠી, કન્ન્ડ, તેલુગુ, તમિલ, મલયાલમ અને બાંગ્લામાં ઉપલબ્ધ છે. અંગ્રેજી સિવાય કોઈ પણ અન્ય ભાષામાં SMS મેળવવો હોય તો તે ભાષાના પહેલા 3 શબ્દો UAN પછી લખવાના રહેશે.

(5:44 pm IST)