મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

મોહંમદ શમીની પત્ની હસીન જહાંને સમાધાન કરવામાં ગુનેગાર સાબિત થવાનો ભય લાગે છેઃ પત્રકારે સવાલ પૂછતા ઉશ્‍કેરાઇને કેમેરો તોડી નાખ્યો

કોલકાતાઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહંમદ શમી અને તેની પત્ની હસીન જહાં વચ્‍ચે જબરો વિવાદ થયો છે. આ વિવાદ અંગે કોલકાતાની ક પત્રકાર પરીષદમાં પત્રકારે હસીન જહાંને સમાધાન માટે પ્રશ્ન પૂછ્યો તો તેણી ગુસ્સે થઇને ક વીડિયો કેમેરા પણ તોડી નાખ્યો હતો. હસીને વો ભય વ્યક્ત કરેલ કે જો તે સમાધાનની વાત કરે તો ગુનેગાર સાબિત થઇ જશે. લોકોને લાગશે કે, મેં શમી પર જે આક્ષેપ કર્યા છે તે ખોટા હતા.

દરરોજ શમી અને પત્ની હસીનના કેસમાં નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે. કોલકાતા પોલીસે બીસીસીઆઇને પત્ર લખીને કેટલીક માહિતી માગી છે. જેમાં શમીના દક્ષિણ આફ્રિકાનાં પ્રવાસની વિગત મગાવવામાં આવી છે.

શમીના આરોપો પર હસીન જહાંએ કહ્યું કે, શમીએ કોઇ પણ વાતનો જવાબ યોગ્ય રીતે આપ્યો નહોતો. તે દરેક બાબત પર ગોળ-ગોળ જવાબ આપી રહ્યો છે. હોળીની તસવીરો અંગે હસીને કહ્યું કે, શમી તે વખતે ડરી ગયો હતો કારણ કે, તેનો મોબાઇલ મને મળી ગયો હતો.

કોલકાતામાં સેંટ. સ્ટેફન સ્કૂલમાં પહોચેલી હસીન જહાં પાસે જયારે મીડિયા પત્રકાર પહોચ્યો તો તે તેમને બુમો પાડીને કહેવા લાગી હતી. આ દરમિયાન હસીને એક વીડિઓ કેમેરો પણ તોડી નાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હસીન જહાંએ પતો મોહમ્મદ શમી પર ઘણા આરોપ લગાવ્યા છે. હસીન જહાંને આ બાબત પર પોલીસ ફરિયાદ પણ નોધાવી છે. આજે જહાંએ મેજિસ્ટ્રેટની સામે પોતાનું નિવેદન આપવાનું રહેશે. બીજી બાજુ શમી પણ પોતાના બચાવ માટે નિવેદનો આપતો રહે છે.

(5:42 pm IST)