મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

અમેરિકાની સંસદીય સમિતિએ ડોનાલ્ડ ટ્રમ્પને આપી કિલનચીટ

રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રમ્પના પ્રચાર અભિયાન - રશિયા વચ્ચેની સાંઠગાંઠ હોવાના કોઇ પૂરાવા નથી

વોશિંગ્ટન તા. ૧૩ : અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જીવ માટે રશિયાએ હસ્તક્ષેપ કર્યો હોવાના આરોપોને અમેરિકાની સંસદીય સમિતિએ રદીયો આપી દીધો છે. રિપબ્લિકન સભ્યોની બહુમતિ ધરાવતી સંસદીય સમિતિએ આજે કહ્યું હતું કે, ૨૦૧૬ના રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના પ્રચાર અભિયાન અને રશિયા વચ્ચેની સાંઠગાંઠ હોવાના કોઈ જ પુરાવાઓ હાથ લાગ્યા નથી.સદનની ગુપ્ત બાબતોની સમિતિ તરફથી જાહેર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, અમને ટ્રમ્પ પ્રચાર અભિયાન અને રશિયા વચ્ચે સાંઠગાંઠ, મદદ કે ષડયંત્રના કોઈ જ પુરાવાઓ મળ્યાં નથી. સમિતિએ કહ્યું હતું કે, તેણે અમેરિકા ગુપ્તચર વિભાગના એ નિષ્કર્ષનો પણ સ્વિકાર કર્યો છે કે રશિયાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હસ્તક્ષેપ કર્યો હતો, પરંતુ એ વાતનો ઈનકાર કરવામાં આવે છે કે મોસ્કોએ ખાસ કરીને ટ્રમ્પને જીતાડવાના પ્રયાસ કર્યાં હતાં.રશિયાના રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને પણ આરોપો ફગાવ્યા હતાં. પુતિને એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે, અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો કોઈ રશિયાના નાગરિકે દખલ દીધી હોય તો તેની સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી. પુતિને એ વાત પર પણ ભાર આપ્યો હતો કે, આ પ્રકારના પ્રયાસોને ક્રેમલિન સાથે જોડીને જ જોવામાં આવે.પુતિને કહ્યું હતું કે, ૧૪.૬ કરોડ રશિયન નાગરિકો છે, તો શું થયું? તે તો રશિયાના રાજયોનું પ્રતિનિધિત્વ પણ નથી કરતાં. મને કોઈ જ પરવાહ નથી. મને તેની સાથે શું લેવાદેવા. પુતિને કહ્યું હતું કે, શું અમે અમેરિકા પર પ્રતિબંધ લગાવ્યો છે? અમેરિકાએ જ અમારા પર પ્રતિબંધ લગાવ્યો છે.સ્પેશિયલ કાઉંસિલ રોબર્ટ મુલર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર અભિયાનમાં રશિયાની સાંઠગાંઠના આરોપોની વ્યાપક તપાસ ચલાવી રહ્યાં છે. આરોપ છે કે, હિલેરી કિલન્ટનને હરાવીને ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવામાં રશિયાએ મદદ કરી હતી.

(3:59 pm IST)