મુખ્ય સમાચાર
News of Tuesday, 13th March 2018

ઈરાનમાં પ્લેન ક્રેશ : સોશિયલ મીડિયા પર સક્રિય તુર્કીશ યુવતીનું મોત

તહેરાન, તા.૧૩ : ઈરાનમાં તુર્કીનું એક પ્રાઈવેટ પ્લેનક્રેશ થઈ ગયું છે. આ દુર્ઘટનામાંપ્લેનમાં હાજર તમામ ૧૧ મુસાફરોનાં મોત નિપજ્યાં છે.મીડિયા રિપોર્ટ અનુસાર આ વિમાન સંયુક્ત અરબ અમિરાતના શારજાહ શહેરથી ઈસ્તાંબુલ જઈ રહ્યું હતું.

રવિવારના રોજ ઉદ્યોગપતિની દીકરી, મિના બસારન કે જેના લગ્ન થવાના હતા તે તેના સાત મિત્રો સાથેખાનગી વિમાનમાં તુર્કી જઈ રહી હતી, આ પહેલાં ર૮ વર્ષીય મીના અને તેનામિત્રોએ દુબઈની એક પ્રખ્યાત નાઈટ ક્લબમાં જઈ બ્રિટિશ પોપ સ્ટાર રીટા ઓરાના કોન્સર્ટનો આનંદ માણ્યો હતો અનેતેણીએ તેમની આ પળોના ફોટોગ્રાફ્સ અને વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા હતા. તૂર્કીની એક વેબસાઈટેજણાવ્યું હતું કે ૧૪ એપ્રિલના રોજ ઈસ્તાંબુલના સિરાલી પેલેસમાં તેના વેપારી મુરાત ગીઝેર સાથે લગ્ન થવાના હતા.મીના જે પ્લેનમાં સવાર હતી તે તેના પિતાની માલિકીનું હતું.

ભારે વરસાદ અને પહાડી ક્ષેત્ર હોવાનેકારણે વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.વિમાને શારજાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાણ ભરી હતી. જેઈરાનના દક્ષિણી-પશ્ચિમી વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. ઈરાનના ટેલિવિઝને દેશના દુર્ઘટના વહીવટીતંત્રના સંગઠનના પ્રવક્તા મુજત બા ખાલિદીના હવાલાથી આ સચૂના આપી હતી. વિમાનમાંથી શબને બહારકાઢવામાં આવી રહ્યા છે અને ડીએનએટેસ્ટ દ્વારા જ તેમની ઓળખ થઈશકશે તેમ સરકારી ટેલીવિઝને જણાવેલ.

(1:05 pm IST)