News of Tuesday, 13th March 2018
કુવામાંથી હજારો આધારકાર્ડનો જખીરો મળી આવ્યો : કોણે નાખ્યા?
મુંબઈ : મહારાષ્ટ્રના યવતમાત શહેરના એક કુવામાંથી હજારો ઓરીજનલ આધાર કાર્ડનો જખીરો મળી આવતા વિસ્ફોટ સર્જાયો છે. આટલી મોટી સંખ્યામાં આધારકાર્ડ કુવામાં કોણ ફેંકી ગયું? લોકો આ ગંભીર ઘટનાની તપાસ માંગી રહેલ છે.
કુવામાંથી હજારો કાર્ડ મળ્યા તે બધા એક કોથળામાં રાખેલ હતા. કચરા - કાદવમાં ફેંકાયેલ આ તમામ આધારકાર્ડ બગડી ગયા છે. પરંતુ તેના પરની વિગતો વાંચી શકાય છે, આ આધારકાર્ડ નજીકના લોહરી ગામના લોકોના છે.
(1:00 pm IST)